Site icon Revoi.in

ભારતે ફરી નિભાવી પાડોશીની ફરજ, નેપાળના 18 નાગરિકોને ઈઝરાયલથી વતન લાવવામાં કરી મદદ

Social Share

દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અનેક નાગરિકો અને સેનિકોના મોત થયા છે આવી સ્થિતિમાં વિશ્વના ઘણા દેશઓના લોકો અહી ફસાયા છે ભારતે ઓપરેશન અજય હેઠળ અનેક ભારતીયોને વતન વાપસી કરાવી છે  ત્યારે હવે ભારતે ફરી એક વખડ પાડોશીની ફરજ નિભાવી છે અને ભારતે નેપાળને મદદ કરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે મંગળવારે એક ભારતીય વિમાન 18 નેપાળી યાત્રીઓ સહિત કુલ 286 લોકોને લઈને નવી દિલ્હી પહોંચ્યું હતું. ઈઝરાયેલથી અત્યાર સુધીમાં 1000થી વધુ ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે.ઓપરેશન એજય હેઠળ નેપાળના નાગરિકોને પણ પરત લાવવામાં આવ્યા છે.

Exit mobile version