Site icon Revoi.in

 ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે પહેલી ‘ટુ પ્લસ ટુ’ મંત્રણા યોજાશે- સંરક્ષણ સહયોગ વધારવા બાબતે થશે ચર્ચા

Social Share

 

દિલ્હીઃ- ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબધો પહેલેથી સારા રહ્યા છે, બન્ને દેશ એકબીજાના સહયોગમાં તત્પર રહે છે,ત્યારે આજરોજ શનિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ‘ટુ પ્લસ ટુ’ મંત્રીસ્તરીય મંત્રણા યોજાશે.

આ બાબતે ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી મારિસ પાયને અને સંરક્ષણ મંત્રી પીટર ડટની યજમાની  વિદેશ મંત્રી એસ જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દ્વારાકરાશે. આ સંવાદ પહેલા, બંને દેશોના સંરક્ષણ મંત્રીઓ એકંદર દ્વિપક્ષીય વ્યૂહાત્મક સંબંધોને વેગ આપવા માટે શુક્રવારે વિસ્તૃત ચર્ચા કરી હતી.

ડટન સાથેની મુલાકાત બાદ રાજનાથ સિંહે કહ્યું હતું કે બંને દેશો વચ્ચેની ભાગીદારી મુક્ત, ખુલ્લા, સમાવેશી અને નિયમો આધારિત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રની અમારી વહેંચાયેલી દ્રષ્ટિ પર આધારિત છે.

આ સાથે જ આજે યોજાનારી આ મંત્રણાને તેઓએ”અર્થપૂર્ણ” ગણાવી અને કહ્યું કે બેઠક દરમિયાન દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ તેમજ પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે અમારી ચર્ચાનું મુખ્ય ધ્યાન દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ વધારવા, લશ્કરી જોડાણ વધારવા, સંરક્ષણ માહિતીની વહેંચણી વધારવા, ઉભરતી સંરક્ષણ ટેકનોલોજીમાં સહયોગ અને પરસ્પર લોજિસ્ટિક મદદમાં સહયોગ રહ્યો છે

રક્ષામંત્રી એ કહ્યું કે બંને પક્ષોએ સંરક્ષણ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે સાથે મળીને કામ કરવા અંગે પણ ચર્ચા કરીહતી. બંને દેશોએ મળીને ઉત્પાદન અને વિકાસ માટે દ્વિપક્ષીય સહયોગ પર સહમતી દર્શાવી છે.

રાજદ્વારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે યોજાનારી આ બેઠકમાં ‘પ્લસ ટુ પ્લસ’ સંવાદ દરમિયાન, બંને દેશો અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પર તેમના મંતવ્યોની આપલે કરી શકે છે અને દ્વિપક્ષીય સંરક્ષણ અને વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત કરવા વિશે વાત કરી શકે છે.