Site icon Revoi.in

ભારતે સાઉથ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું, ટીમ ઈન્ડિયાએ લખનઉમાં મળેલી હારનો બદલો લીધો

Social Share

રાંચીઃ શહેરના JSCA સ્ટેડિયમમાં રવિવારે 3 મેચની વન-ડે સિરીઝની બીજી વન-ડે રમાઈ રહી ગઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું હતું. ભારતે 279 રનનો ટાર્ગેટ 45.5 ઓવરમાં જ પાર પાડી લીધો હતો. ટીમ ઈન્ડિયાની આ જીતના હીરો શ્રેયસ અય્યર અને ઈશાન કિશન રહ્યા હતા. શ્રેયસ અય્યરે પોતાના વન-ડે કરિયરની બીજી સદી ફટકારી હતી. તેણે 111 બોલમાં 113* રન ફટકાર્યા હતા. તો ઈશાન કિશને 84 બોલમાં 93 રન ફટકાર્યા હતા. આ બન્ને વચ્ચે 161 રનની પાર્ટનરશિપ થઈ હતી. તો સંજુ સેમસને પણ 36 બોલમાં 30 રન કર્યા હતા. સાઉથ આફ્રિકા તરફથી વેઈન પર્નેલ, કાગિસો રબાડા અને બી. ફોર્ટ્યુને 1-1 વિકેટ લીધી હતી.

સાઉથ આફ્રીકા વિરૂદ્ધ રમાનારી ત્રણ મેચોની વનડે સીરીઝની બીજી મેચ ટીમ ઇન્ડીયા માટે ખૂબ મહત્વપૂર્ણ હતી. સીરીઝની પહેલી મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે રાંચીમાં રમાયેલી બીજી વનડે મેચના મુકાબલામાં ટીમ ઇન્ડીયાએ દક્ષિણ આફ્રીકાને 7 વિકેટે હાર આપી છે. આ સાથે જ ભારતીય ટીમે લખનઉમાં મળેલી હારનો બદલો લઇ લીધો હતો અને સીરીઝ 1-1 થી બરાબરી કરી દીધી. હવે દિલ્હીમાં 11 ઓક્ટોબરના રોજ સીરીઝનો નિર્ણાયક મુકાબલો રમાશે.

વનડે સીરીઝની બીજી મેચમાં ટીમ ઇન્ડીયાને 7 વિકેટે જીત પ્રાપ્ત થઈ છે. સાઉથ આફ્રીકાએ આ મેચમાં ટીમ ઇન્ડીયા સમક્ષ 279 રનનો ટાર્ગેટ મુક્યો હતો. ટીમ ઇન્ડીયાએ ત્રણ વિકેટના નુકસાન પર જ આ લક્ષ્યને પ્રાપ્ત કરી લીધો હતો. ટીમ ઇન્ડીયા તરફથી શ્રેયસ ઐય્યરે અણનમ 113 રન અને ઇશાન કિશને 93 રન બનાવ્યા હતો. શ્રેયસ ઐય્યરે 111 બોલમાં 15 ચોગ્ગાની મદદથી અણનમ 113 રન બનાવ્યા હતા. તો બીજી તરફ ઇશાન કિશને ફક્ત 84 બોલમાં 93 રનની વિસ્ફોટક ઇનિંગ રમી. પોતાના હોમ ગ્રાઉન્ડ પર ઇશાને 4 ચોગ્ગા અને 7 સિક્સર ફટકારી હતી.

દક્ષિણ આફ્રીકાએ આપેલા 279 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડીયાની શરૂઆત સારી રહી નહી. 28 રનના કુલ સ્કોર પર કેપ્ટન શિખર ધવન 13 બનાવીને આઉટ થઇ ગયા. ત્યારબાદ 48 ના કુલ સ્કોર પર શુભમન ગિલ પણ પેવેલિયન પરત ફર્યા. તેમણે કગીસો રબાડાને પેવેલિયન મોકલ્યા. ત્યારબાદ ઇશાન કિશન અને શ્રેયસ ઐય્યરે કમાલ કરી દીધી. બંનેએ ત્રીજી વિકેટ માટે 161 રનની ભાગીદારી કરી. ઇશાન કિશને ફક્ત 84 બોલમાં 93 રનની વિસ્ફોટક ઇનિંગ રમી. પોતાના હોમ ગ્રાઉન્ડ પર ઇશાને 4 ચોગ્ગા અને 7 સિક્સર ફટકારી હતી.