Site icon Revoi.in

ભારતે પ્રથમ ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 11 રનથી આપી હાર

Social Share

દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમે ત્રણ મેચની ટી-20 સિરીઝમાં જીતથી શરૂઆત કરી છે. પ્રથમ બેટીંગ કરતા ભારતે 161 રન બનાવ્યાં હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 150 રન જ બનાવી શકી હતી. આમ ભારતે પ્રથમ ટી-20 મેચ 11 રનથી જીતી હતી.

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ લીધી હતી. પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યાં હતા. કે.એલ. રાહુલે ટી-20માં શાનદાર ફોર્મ જાળવી રાખતા હાફ સેંચુરી ફટકારી હતી. જો કે, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ આક્રમક બેટીંગ કરીને 44 રન બનાવ્યાં હતા. આમ ભારતે સાત વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યાં હતા. 162 રનના ટાર્ગેટ સાથે ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 150 રન બનાવી શકી હતી. આમ ભારતે 3 મેચની ટી-20 ટુર્નામેન્ટમાં 1-0થી લીડ મેળવી લીધી છે. ભારત તરફથી ચહલે 3 વિકેટ લીધી હતી.