Site icon Revoi.in

ભારત ન તો પહેલા ઝુક્યું હતુ અને હમણા પણ નહી ઝુંકે, હલ્દીઘાટી અને ગલવાન ઘાટી મામલે રક્ષામંત્રી રાજનાથ સિંહની હુંકાર

Social Share

દિલ્હીઃ- દેશના સંરક્ષમ મંત્રી રાજનાથ સિંહે ચીન સામે હુંકાર ભરી હતી તેમણે કહ્યું હતુે કે ગલવાન ઘઆટી હોય કે હલ્દી ઘાટી ભારત ન તો પહેલા ઝુક્યું છે અને હવે પણ નહી જ ઝુકે, આમ કહીને તેમણે ચીનને આડે હાથ લીધુ હતું ,વિતેલા દિવસને રવિવારના રોજ તેમણે આ હુંકાર ભરતા કહ્યું કે  હલ્દી ખીણમાં મહારાણા પ્રતાપ હોય કે હવે ગાલવાન ખીણમાં ભારતીય સેના હોય, ભારત ક્યારેય ઝૂક્યું નથી અને ક્યારેય ઝૂકશે નહીં.

આ વાત તેમણે ત્યારે કરી હતી કે તેઓ જ્યા  મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગર ખાતે ‘વીર શિરોમણી મહારાણા પ્રતાપ મહાસંમેલન’માં ભાગ લેવા પહોંચ્યા હતા. કાર્યક્રમને સંબોધતા રાજનાથ સિંહે કહ્યું, “મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આ જનતા જે મને સાંભળવા આવી છે, આ કોઈ ભીડ નથી, આ એક મહાસાગર છે. સંભાજી નગરનું નામ બદલવા બદલ હું તમને શુભેચ્છાઓ આપીશ.”

રક્ષઆમંત્રી એ લોકોને  ઈતિહાસ વિશે જાણવાની વિનંતી ખાતરી આપી કે ભારત પહેલા ક્યારેય ઝૂક્યું નથી અને ભવિષ્યમાં પણ ક્યારેય ઝુકશે નહીં. રાજનાથ સિંહે કહ્યું, “મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ, છત્રપતિ સંભાજી મહારાજના જીવનના પાના ફેરવવા જોઈએ. લોકોને ખબર પડશે કે માનવ જીવનમાં સ્વાભિમાનથી મોટું કંઈ નથી.” તેમણે કહ્યું, “હલ્દી ઘાટીના યુદ્ધમાં, મહારાણા પ્રતાપે ઘણા ચમત્કારો કર્યા હતા.

વધુમાં તેમણે પોતાના વક્તવ્યમાં ઉમેર્યું કે ભારત ક્યારેય કોઈને ઉશ્કેરતું નથી, પરંતુ જો કોઈ આમ કરશે તો  કોઈને છોડશે પણ નહીં. તેમણે કહ્યું, “અમારા વડાપ્રધાનની 56 ઇંચની છાતી છે અને તેઓ તમને ક્યારેય નિરાશ નહીં કરે.” ‘આત્મનિર્ભર ભારત’ પર ભાર મૂકતા મંત્રીએ કહ્યું, “અમે આત્મનિર્ભર ભારત સાથે આગળ વધવાનું નક્કી કર્યું છે. 2014 પહેલા અમે 900 કરોડ રૂપિયાના શસ્ત્રોની નિકાસ કરતા હતા અને હવે અમે 16,000 કરોડ રૂપિયાથી વધુના શસ્ત્રોની નિકાસ કરી રહ્યા છીએ.”