Site icon Revoi.in

ઓવલના મેદાનમાં ભારત-ઈંગ્લેન્ડની ચોથી ટેસ્ટ મેચ, ભારતની 157 રનથી ઐતિહાસિક જીત

Social Share

દિલ્લી: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ચોથી ટેસ્ટ મેચનું પરિણામ આવી ગયું છે. ભારતે ઈંગ્લેન્ડને 157 રનથી હાર આપી છે. ટેસ્ટ મેચના પાંચમાં દિવસે છેલ્લા સેશન સુધીમાં ભારતે ઈંગ્લેન્ડના તમામ ખેલાડીઓને પેવેલિયન ભેગા કરી દીધા. ટેસ્ટ મેચમાં ભારતે પોતાની પહેલી ઈનિંગમાં 191 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ દ્વારા 290 રન કરીને ભારતને 99 રનની લીડ આપવામાં આવી હતી.

બીજી ઈનિંગ દરમિયાન ભારતની શાનદાર બેટિંગ કે જેમાં રોહિત શર્માની સદી (127 રન) ચેતેશ્વર પૂજારાના 61 રન, પંત અને શાર્દુલ ઠાકુરના 50 અને 60 રનની મદદથી ભારતે 466 રન કર્યા હતા, અને ઈંગ્લેન્ડને 367 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

367 રનના ટાર્ગેટનો પીછો કરતી ઈંગ્લેન્ડની ટીમની 100 રન પર પહેલી વિકેટ પડી હતી. તે બાદ 110 રન ઉમેરતા સુધીમાં તમામ વિકેટો પડી હતી. ઈંગ્લેન્ડની ટીમ 210 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી ફાસ્ટ બોલર ઉમેશ યાદવે 3 વિકેટ લીધી ઝડપી હતી જ્યારે જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુર 2-2 વિકેટ ઝડપવામાં સફળ રહ્યા હતા. પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતે 2-1થી અજય બઢત મેળવી લીધી છે.

બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડ તરફથી હસીબ હમિદ દ્વારા સૌથી વધુ રન (63 રન) કરવામાં આવ્યા હતા, જ્યારે કેપ્ટન જો રૂટ દ્વારા 36 રનનું યોગદાન આપવામાં આવ્યું હતુ.