Site icon Revoi.in

પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વના એક દાયકામાં ઘણું બદલાયું ભારત – રિપોર્ટ

Social Share

દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સત્તામાં આવ્યાને એક દાયકા જેટલો સમય થયો છે 9 વર્ષ પૂર્ણ કરીને સત્તામાં 10મા વર્ષમાં બીજેપીએ પ્રવેશ કર્યો છે.આ એક દાયકામાં પીએમ મોદીએ અનેક યોજનાઓ ,સુવિધાઓ વિકસાવીને ભારતની દિશા અને દશા બન્ને બદલી છે અને આજે વિશ્વભરમાં ભારતનું સ્થાન ઊંચુ બન્યું છે.

ભારત તો આ વાત જાણે જ છે અને માને પણ પરંતુ વિદેશના નેતાઓ પણ ભારતને બદલતું જોઈ રહ્યા છે ત્યારે અમેરિકાની એક કંપનીએ પણ રિપોર્ટ જારી કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદીના નેતૃત્વના 10 વર્ષમાં ભારત ઘણુ બદલાયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત બદલાયું છે અને આજે વિશ્વ વ્યવસ્થામાં સ્થાન પામવાના માર્ગ પર છે. અમેરિકન બ્રોકરેજ કંપનીના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે.માત્ર ભારત જ નહી પીએમ મોદીની લોકપ્રિયતા વિશ્વની મહાસત્તા અમેરિકા સહીત વિદેશોમાં જોવા મળી રહી છે.

આ જારી કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આજે ભારત એશિયા અને વૈશ્વિક વૃદ્ધિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે તત્પર અને તૈયાર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત વિશે ખાસ કરીને વિદેશી રોકાણકારોના મામલામાં સંશય 2014થી થયેલા નોંધપાત્ર ફેરફારોને અવગણવા જેવું છે.

મહત્વની વાત એ છે કે આ રિપોર્ટમાં  એવી ટીકાને નકારી કાઢવામાં આવી છે કે વિશ્વની બીજી સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા હોવા છતાં  છેલ્લા 25 વર્ષોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર શેરબજાર હોવા છતાં, ભારત તેની સંભવિતતા પૂરી કરી શક્યું નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક દાયકાથી પણ ઓછા સમયમાં ભારતમાં ઘણો બદલાવ આવ્યો છે. “આ ભારત 2013 કરતા  હવે આપણાને અલગ જોવા મળે  છે. 10 વર્ષના ટૂંકા ગાળામાં ભારતે વિશ્વ વ્યવસ્થામાં પોતાનું સ્થાન ખાસ જમાવી લીઘુ છે.

Exit mobile version