Site icon Revoi.in

ભારતમાં છેલ્લા નવ વર્ષમાં દૂધ અને ડેરી ઉત્પાદનોના ઉત્પાદન અને વપરાશમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી

Social Share

દિલ્હી : ડેરી સેક્ટર ભારત માટે વિવિધ હિસાબોમાં ઘણું મહત્વ ધરાવે છે. એક ઉદ્યોગ તરીકે, તે 80 મિલિયનથી વધુ લોકોને રોજગારી આપે છે, જેમાં મોટાભાગના નાના અને સીમાંત ખેડૂતો તેમજ જમીન વિહોણા છે. વધુમાં, દેશમાં ડેરી સેક્ટરમાં મહિલાઓનું મુખ્ય કાર્યબળ છે. આ ક્ષેત્ર ખાસ કરીને મહિલાઓ માટે એક મહત્વપૂર્ણ નોકરી પ્રદાતા છે અને મહિલા સશક્તિકરણમાં અગ્રણી ભૂમિકા ભજવે છે.

ભારતમાં છેલ્લા નવ વર્ષમાં દૂધ અને ડેરી ઉત્પાદનોના ઉત્પાદન અને વપરાશમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. આજે, ભારત વિશ્વમાં દૂધનું સૌથી મોટું ઉત્પાદક છે, જે વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં 24% યોગદાન આપે છે. ભારતનું દૂધ ઉત્પાદન 2013-14માં 137.7 મિલિયન ટનથી વધીને 2021-22માં 221.1 મિલિયન ટન થયું છે. વધુમાં, માથાદીઠ દૂધની ઉપલબ્ધતા 2013-14માં 303 ગ્રામ/દિવસથી વધીને 2021-22માં 444 ગ્રામ/દિવસ થઈ છે, જે લગભગ 1.5 ગણી વધી છે.

ભારતમાં ગ્રામીણ અર્થવ્યવસ્થાના વિકાસમાં ડેરી ક્ષેત્રનો મોટો ફાળો રહ્યો છે. સરકારે ડેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવા માટે ડેરી પ્રોસેસિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડના અમલીકરણ, ખેડૂતોને પર્યાપ્ત અને સમયસર ધિરાણ સહાય પૂરી પાડવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ્સ (KCC)નું વિતરણ અને ઉત્પાદકતા અને દૂધનું ઉત્પાદન વધારવા માટે રાષ્ટ્રીય ગોકુલ મિશન શરૂ કરવું, અને તેના દ્વારા ખેડૂતો માટે ડેરીને વધુ નફાકારક બનાવી શકાય એ માટે પ્રોત્સાહન આપ્યું છે.