Site icon Revoi.in

ભારત દેશ સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગથી એક નવી ક્રાંતિનું બન્યું સાક્ષીઃ ‘રાષ્ટ્રીય હેન્ડલૂમ ડે પર PM મોદી

Social Share

દિલ્હીઃ-  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘રાષ્ટ્રીય હેન્ડલૂમ ડે’ની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આપણાં કપડાં, આપણો પહેરવેશ આપણી ઓળખ સાથે જોડાયેલો છે. દેશના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા આદિવાસી સાથીઓથી માંડીને હિમાચ્છાદિત પર્વતો સુધી, રણથી લઈને દરિયાઈ વિસ્તારો અને ભારતના મેદાનો સુધી, આપણને વસ્ત્રોનું સુંદર મેઘધનુષ્ય મળ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે  બપોરે 12 વાગ્યે 9મા રાષ્ટ્રીય હાથશાળ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ સમારોહ ભારત મંડપમ, પ્રગતિ મેદાન,આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી ‘ભારતીય કાપડ અને હસ્તકલા ફંડ’ના ઈ-પોર્ટલને પણ લોન્ચ કર્યું હતું – જે કાપડ અને હસ્તકલાનો ભંડાર નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે.
Exit mobile version