Site icon Revoi.in

દિલ્હીમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ ટ્રેડ ફેરનો પ્રગતિ મેદાન ખાતે આજથી આરંભ-સામાન્ય જનતા માટે 19 તારીખથી ખુલશે

Social Share

દિલ્હીઃ- આજરોજ 14 નવેમ્બર સોમવારથી દેશની રાજધાની દિલ્હી ખાતેના પ્રગતિ મેદાન પર ખાતે આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનો આબં થઈ રહ્યો છે. આ મેળો 14 થી 27 નવેમ્બર સુધી જોવા મળશે.જો કે  તેને 19 નવેમ્બરથી સામાન્ય લોકો માટે ખોલવામાં આવશે. વેપાર મેળામાં દરરોજ લગભગ 40 હજારક જેટલા મુલાકાતીઓ આવે તેવી ઘારણાઓ સેવાઈ રહી છે.

આટલી મોટી સંખ્યામાં દરરોજ લોકો આવતા હોવાથી આસપાસ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે આ સહીત અનેર રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.મેળાના દિવસોમાં મથુરા રોડ, ભૈરોન માર્ગ, રિંગ રોડ, શેરશાહ રોડ અને પુરાણા કિલા રોડ પર ટ્રાફિક જામની શક્યતા છે. દિલ્હી ટ્રાફિક પોલીસે જે લોકોને વેપાર મેળામાં ન આવ્યા હોય તેમને પ્રગતિ મેદાન તરફ આવવાનું ટાળવા વિનંતી કરી છે જેથી ટ્રાફિકને નિયંત્રણમાં લઈ શકાય.

આ સાથે જ દિલ્હી પોલીસે રવિવારે ટ્રાફિક એડવાઇઝરી જારી કરી અને લોકોને અસુવિધા ટાળવા તેનું પાલન કરવા વિનંતી કરી. આ કાર્યક્રમ 14 થી 27 નવેમ્બર દરમિયાન પ્રગતિ મેદાનમાં યોજાનાકર છે ત્યા સુધી આ એડવાયઝરી લાગૂ કરાઈ છે.

ટ્રાફિક સત્તાવાળાઓએ ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરના મુલાકાતીઓને પાર્કિંગની અપૂરતી જગ્યાને કારણે જાહેર પરિવહન પર નિર્ભર રહેવા વિનંતી કરી હતી.ઈન્ડિયા ઈન્ટરનેશનલ ટ્રેડ ફેર 19 નવેમ્બરથી સામાન્ય લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે અને 27 નવેમ્બરે સમાપ્ત થશે. તે 18 નવેમ્બર સુધી બિઝનેસ મુલાકાતીઓ માટે સખત પ્રતિબંધિત રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ વિઝનની તર્જ પર, આ વર્ષની IITF માટેની થીમ ‘વોકલ ફોર લોકલ, લોકલ ટુ ગ્લોબલ’ રાખવામાં આવી છે.

આ સાથે જ જે લોકો મેળામાં ભાગ લેવા ઇચ્છતા હોય તેઓ તેમની ટિકિટ ઓનલાઈન બુક કરાવી શકે છે કારણ કે પ્રક્રિયા પહેલાથી જ શરૂ થઈ ગઈ છે. ટિકિટો ઘરેલુ બુકિંગ.indiatradefair.com પર ડિજિટલ રીતે ખરીદવી શકાય છે. ઉપરાંત, ટિકિટ 67 દિલ્હી મેટ્રો સ્ટેશનો પર ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યાથી પમ ખરીદી શાકય છે.