Site icon Revoi.in

ટ્વિટર પર પત્રકારોના ટ્વિટ હટાવવાની માંગ મામલે ભારત વિશ્વમાં સૌથી આગળ – ટ્વિટરનો દાવો

Social Share

દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી ભારતમાં ટ્વિટર મામલે વિવાદ ચાલી રહ્યો છે ખાસ કરીને નેતા,અભિનેતા -અભિનેત્રી કે કોઈ પણ પત્રકારના લાગણી દબભાનવાર ટ્વિટને લઈને ભારત સતત ટ્વિટરની નિંદા કરતું આવ્યું છે, આ પ્રકારના ટ્વિટને હટાવાની ભારત સતત ટ્વિટર પર પાસં માંગ કરે છે ત્યારે હવે ટ્વિટરે આ બબાતે દાવો કર્યો છે કે સૌથી વધુ ટ્વિટ હચટાવાની માંગ કરવામાં ભારત મોખરે છે.

માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ ટ્વિટરે તેના લેટેસ્ટ રિપોર્ટમાં દાવો કર્યો છે કે ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલી સામગ્રીને હટાવવાની માંગ કરનારા દેશોમાં ભારત સૌથી આગળ છે. જેમાં જુલાઈ અને ડિસેમ્બર 2021 વચ્ચે તમામ પ્રકારના યુઝર્સ માટે કન્ટેન્ટ પર પ્રતિબંધ મૂકનાર ટોચના પાંચ દેશોમાં ભારતનો સમાવેશ થયો  હતો. તે જ સમયે, એકાઉન્ટ્સ સંબંધિત માહિતી મેળવવામાં ભારત માત્ર અમેરિકાથી પાછળ હતું.

જુલાઈ અને ડિસેમ્બર 2021 વચ્ચે વિશ્વભરના પત્રકારો અને મીડિયા સંસ્થાઓ સાથે જોડાયેલા 349 એકાઉન્ટની સામગ્રીને હટાવવાની માંગ કરવામાં આવી હતી. તે જાન્યુઆરીથી જૂન 2021 કરતાં 103 ટકા વધુ હતું. આ વૃદ્ધિ ભારત (114), તુર્કી (78), રશિયા (55) અને પાકિસ્તાન (48)ની માંગને કારણે થઈ હતી. ગયા વર્ષના પ્રથમ છ મહિનામાં પણ ભારત 89 માંગ સાથે ટોચ પર હતું.

આ સાથે જ ટ્વિટર એકાઉન્ટની માહિતી મેળવવામાં અમેરિકા પછી ભારત બીજા ક્રમે છે. વૈશ્વિક સ્તરે તેનો હિસ્સો 19 ટકા હતો. જાપાન, ફ્રાન્સ અને જર્મની પણ માહિતી માટે સૌથી વધુ સરકારી વિનંતીઓ ધરાવતા ટોચના પાંચ દેશોમાં સામેલ છે.જ્યારે વિશ્વભરમાં સામગ્રીને દૂર કરવા માટેની 47,572 વિનંતીઓમાંથી, 3,992  એકલા ભારતમાંથી આવી હતી. એટલે કે ટચ્વિટ હટાવાની માંગમાં ભારત સૌથી આગળ છે આમ ટ્વિટરે તાજેતરના પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે.