Site icon Revoi.in

ચીન સીમા પર વધતી  હલચલ  વચ્ચે ભારતનો એક્શન પ્લાન રેડી –  રોક્ટ સહીત અનેક લશ્કરી સાધનો તૈનાત કર્યા 

Social Share

દિલ્હીઃ-  છેલ્લા ઘણા સમયથી ભારત અને ચીન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ ચાલી રહી છે,ત્યારે ચીનની સીમા પર સેન્યની વધતી જતી હલચલને લઈને ભારતે પણ પોતાનો એક્શન પ્લાન રેડી રાખ્યો છે. ભારતે સીમા પર અનેક સુવિધાઓથી સજ્જ હથિયારો અને રોકેટો ચૈનાત કર્યા છે.

ભારતીય સેના દ્રારા સરહદ પર અનેક પ્રકારના રોકેટ અને આર્ટિલરી તૈનાત કરીને તેની ફાયર પાવર વધાર્યો છે. આ સાથે જ 100 વધુ K-9 વજ્ર હોવિત્ઝર્સ અને માનવરહિત વાહનો સહિત મોટી સંખ્યામાં વધારાના લશ્કરી સાધનો ખરીદવાની યોજના  પણ બનાવી છે.

ભારતીય સેનાના આર્ટિલરી એકમોએ પહેલાથી જ K-9 વજ્ર ‘ટ્રેક્ડ સેલ્ફ પ્રોપેલ્ડ હોવિત્ઝર્સ’, અલ્ટ્રા લાઇટ M-777 હોવિત્ઝર્સ, પિનાકા રોકેટ સિસ્ટમ્સ અને ધનુષ આર્ટિલરી સિસ્ટમ્સ તૈનાત કરી છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે ભારતીય વાયુસેનાએ વાસ્તવિક નિયંત્રણ રેખાપર તેના આર્ટિલરી એકમોને 90 કિમીની રેન્જ સાથે માનવરહિત વાહનોથી સજ્જ કરવાની યોજના બનાવી  છે. ” 15-20 કિમીની રેન્જ અને ચાર કલાક માટે 80 કિમીની સર્વેલન્સ રેન્જ ધરાવતું માનવરહિત વાહન ખરીદવાનું પણ વિચારી રહી છે.

સેનાને વધુ 100 K-9 વજ્ર હોવિત્ઝર્સનું નવું કન્સાઈનમેન્ટ મળવાનું છે. આ 2017માં આવી 100 બંદૂકો માટે આપવામાં આવેલા ઓર્ડર ઉપરાંત હશે. “સંરક્ષણ પ્રાપ્તિ પરિષદે વધુ 100 K-9 વજ્ર મંગાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.