Site icon Revoi.in

ભારત 140 અબજોપતિ સાથે દુનિયામાં ત્રીજા સ્થાનેઃ સૌથી વધારે અમેરિકામાં 724 અબજોપતિ

Social Share

દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કરોડપતિઓની સંખ્યામાં વધારો થયો છે. દરમિયાન જાણીતી બિઝનેશ મેગેઝિન ફોર્બ્સએ દુનિયાના અબજોપતિની જાહેર કરેલી યાદીમાં ભારત ત્રીજા ક્રમે છે. પ્રથમ ક્રમે અમેરિકાનો સમાવેશ થાય છે. જ્યારે દુનિયાના સૌથી વધારે અબજપતિઓ ધરાવતા શહેરોમાં દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈને આઠમો ક્રમ છે. બેઈજીંગમાં સૌથી વધારે 100 જેટલા અબજપતિઓ છે. જ્યારે 99 અબજોપતિઓ સાથે ન્યુ યોર્ક બીજા ક્રમે છે.

બિઝનેસ મેગેઝિન ફોર્બ્સ (Frobes)ના અબજોપતિઓની યાદી TOP -10 શહેરોમાં પ્રથમ ક્રમે બેઈઈંગ, બીજા નંબરે ન્યુ યોર્ક, ત્રીજા ક્રમે હોંગકોંગ, ચોથા ક્રમે મોસ્કો, પાંચ સ્થાને શેનજેન, છઠ્ઠા ક્રમે શાંઘાઈ, સાતમા નંબરે લંડન, આઠમાં ક્રમે મુંબઈ, નવમાં ક્રમે સાન ફ્રાન્સિસ્કો અને દસમાં ક્રમે હંગઝાઉનો સમાવેશ થાય છે

દુનિયામાં સૌથી વધારે અબજોપતિ અમેરિકામાં છે. અમેરિકામાં 724 અબજોપતિઓ છે બીજા નંબર ઉપર ચીન આવે છે. ચીનમાં 698 અબજોપતિ છે. જ્યારે 140 અબજોપતિઓ સાથે ભારત ત્રીજા સ્થાને છે.

દુનિયાના અબજોપતિઓની યાદીમાં એમેઝોનના સીઈઓ અને સ્થાપક જેફ બેઝોસ ટોચ પર છે.  તેમની પાસે કુલ સંપત્તિ 177 અબજ ડોલર છે જે એક વર્ષ અગાઉ 64 અબજ ડોલર હતી. આ લિસ્ટમાં બીજા સ્થાને સ્પેસએક્સના સ્થાપક એલોન મસ્ક છે જેમની સંપત્તિમાં પણ ખુબ વધારો થયો છે. પાછલા વર્ષ કરતા મસ્કની કુલ સંપત્તિ 126.4 અબજ ડોલર વધીને 151 અબજ ડોલર થઈ છે. ગયા વર્ષે તે 24.6 અબજ ડોલર સાથે આ યાદીમાં 31 મા સ્થાને હતા.