Site icon Revoi.in

PM મોદીના પ્લેન માટે ભારતે પાકિસ્તાનની એરસ્પેસના ઉપયોગ માટે માંગી મંજૂરી, લખી ચિઠ્ઠી

Social Share

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર દરમિયાન અમેરિકાના પ્રવાસ માટે જઈ રહ્યા છે. વડાપ્રદાન નરેન્દ્ર મોદીના વિમાનને અમેરિકા જવા માટે પાકિસ્તાનના એરસ્પેસનો ઉપયોગ કરવાની ભારત દ્વારા મંજૂરી માંગવામાં આવી છે. 20 સપ્ટેમ્બરે પાકિસ્તાને આનો જવાબ આપવાનો છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા પાકિસ્તાને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને વિદેશ પ્રવાસ માટે પોતાના એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપી ન હતી.

જો આ વખતે પણ ભારતની પેશકશને પાકિસ્તાન નામંજૂર કરે છે, તો તેને ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશન ચાર્ટર એટલે કે આઈસીઓએનું ઉલ્લંઘન માનવામાં આવશે. આ ચાર્ટર પ્રમાણે યુદ્ધની સ્થિતિને બાદ કરતા કોઈપણ અન્ય પરિસ્થિતિમાં એરસ્પેસની મંજૂરી આપવાથી ઈન્કાર કરી શકાય નહીં. આવી સ્થિતિમાં ભારત પાકિસ્તાન વિરુદ્ધ ICOAમાં જઈ શકે છે. જ્યાં પાકિસ્તાનને મોટો દંડ ભરવો પડે તેવી શક્યતા છે.

આના પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની યુરોપ યાત્રા માટે ભારતે પાકિસ્તાનને આગ્રહ કર્યો હતો. પંરતુ પાકિસ્તાને પોતાનો એરસ્પેસ વાપરવા દેવાની પેશકશ ફગાવી દીધી હતી. આના સંદર્ભે પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ કહ્યુ હતુ કે ભારત સરકારે પોતાના રાષ્ટ્રપતિના આવાગમન માટે એરસ્પેસની મંજૂરી માંગી હતી. પરંતુ પરિસ્થિતિને જોતા અમે તેની મંજૂરી આપી નથી. ભારતે પાકિસ્તાની નિર્ણયને નિરર્થક ગણાવ્યો હતો.

કૂટનીતિક વર્તુળોમાં ભારતના આ પગલાને કૂટનીતિક માસ્ટરસ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે. વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાન માટે તેના કારણે અસમંજસની સ્થિતિ પેદા થઈ ગઈ છે. જો પાકિસ્તાન મંજૂરી નહીં આપે, તો આઈએસઓએનું ઉલ્લંઘન હોવાને કારણે મોટો દંડ અને આંતરરાષ્ટ્રીય જગતમાં શરમ ઉઠાવવી પડશે. તો બીજી તરફ મંજૂરી આપવાની સ્થિતિમાં તે ભારતની વિરુદ્ધ બેકફૂટ પર દેખાશે.

મહત્વપૂર્ણ છે કે પાંચમી ઓગસ્ટે કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત કરવાની ભારતની ઘોષણા બાદ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય જગતમાં આ મુદ્દાને ઉઠાવવાની નિષ્ફળ કોશિશો કરી રહ્યું છે.