Site icon Revoi.in

યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતે રશિયા સાથે આ મહત્વપૂર્ણ પરમાણુ ઊર્જા કરાર પર હસ્તાક્ષર કર્યા

Social Share

દિલ્હી:રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર 5 દિવસની મોસ્કોની મુલાકાતે છે. આ સમયગાળા દરમિયાન ભારત અને રશિયા વચ્ચે એક મહત્વપૂર્ણ પરમાણુ ઊર્જા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આનાથી ચીનથી લઈને અમેરિકા સુધી ખળભળાટ મચી ગયો છે.વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું કે, ભારત અને રશિયાએ મંગળવારે તમિલનાડુમાં કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના ભાવિ વીજ ઉત્પાદન એકમોના નિર્માણ સંબંધિત “કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ” કરારો પર હસ્તાક્ષર કર્યા. જયશંકર રશિયાના નેતૃત્વ સાથે મુલાકાત કરવા માટે અહીં પાંચ દિવસની મુલાકાતે છે. તેમણે દ્વિપક્ષીય આર્થિક સહયોગ પર રશિયાના નાયબ વડા પ્રધાન ડેનિસ માન્તુરોવ સાથે “વ્યાપક અને રચનાત્મક” બેઠક બાદ આ જાહેરાત કરી હતી.

આ બેઠક દરમિયાન પરમાણુ ઊર્જા અને દવાઓ, ફાર્માસ્યુટિકલ પદાર્થો અને તબીબી ઉપકરણો પર કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. અહીં ભારતીય સમુદાયોને સંબોધતા તેમણે કહ્યું, “આજે, મારી હાજરીમાં અને નાયબ વડા પ્રધાન મન્તુરોવની હાજરીમાં અમે કુડનકુલમ ન્યુક્લિયર પ્રોજેક્ટના ભાવિ એકમો સાથે સંબંધિત કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા.”રશિયન રાજ્ય મીડિયા અનુસાર કુડનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ રશિયાની તકનીકી સહાયથી તમિલનાડુમાં બનાવવામાં આવી રહ્યો છે. તેનું બાંધકામ માર્ચ 2002માં શરૂ થયું હતું. કુડનકુલન ન્યુક્લિયર પાવર પ્લાન્ટનું પ્રથમ પાવર યુનિટ ફેબ્રુઆરી 2016 થી સતત કાર્યરત છે, જેની ડિઝાઇન ક્ષમતા 1,000 મેગાવોટ છે. આ પ્લાન્ટ 2027માં સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત થવાની ધારણા છે.

બેઠક દરમિયાન જયશંકરે વેપાર, નાણા, કનેક્ટિવિટી, ઊર્જા, નાગરિક ઉડ્ડયન અને પરમાણુ ક્ષેત્રોમાં પ્રગતિની નોંધ લીધી. ભારતીય સમુદાયને તેમના સંબોધનમાં તેમણે સંરક્ષણ, પરમાણુ ઊર્જા અને અવકાશ જેવા કેટલાક ક્ષેત્રોમાં રશિયાને “વિશેષ ભાગીદાર” તરીકે વર્ણવ્યું હતું.તેમણે કહ્યું, “સંરક્ષણ, અવકાશ અને પરમાણુ (ઊર્જા)ના ક્ષેત્રોમાં સહકાર તે દેશો સાથે કરવામાં આવે છે જેની સાથે તમને ઉચ્ચ સ્તરનો વિશ્વાસ છે.” જયશંકરે એમ પણ કહ્યું કે બંને પક્ષો સંમત થયા છે કે ભારત અને યુરેશિયન ઇકોનોમિક ઝોન વચ્ચે મુક્ત વેપાર કરાર પર વ્યક્તિગત વાટાઘાટો શરૂ કરવા તેમની વાટાઘાટો કરનારી ટીમો જાન્યુઆરીના અંતમાં મળશે.