Site icon Revoi.in

72 હજાર અસોલ્ટ રાઈફલ, 52 ડ્રોન અને 111 નેવલ યુટિલિટી ચોપર ખરીદવાની ભારત દ્વારા તૈયારી

Social Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારના પ્રવર્તમાન કાર્યકાળના આખરી વર્ષમાં દેશની સશસ્ત્ર સેનાઓને મજબૂતી બક્ષવા માટે તમામ શક્ય કોશિશો કરી રહી છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં સેના, વાયુસેના અને નૌસેના માટે શસ્ત્રસરંજામની ખરીદી માટે મહત્વના કરારો કર્યા છે. જેમાં 72 હજાર અસોલ્ટ રાઈફલ્સ, 54 ડ્રોન્સ અને 111 નેવલ હેલિકોપ્ટર્સનો સમાવેશ થાય છે. રફાલ યુદ્ધવિમાનના સોદાના મામલે વિપક્ષી દળો દ્વારા મોદી સરકારને ઘેરવાની કોશિશો વચ્ચે મહત્વના શસ્ત્ર સોદા કરીને સશસ્ત્ર સેનાની મજબૂતાઈ અને સુરક્ષા તૈયારીઓ પોતાની પ્રાથમિકતા હોવાનું સરકાર સ્પષ્ટ કરી રહી છે.

ભૂમિસેના માટે 72 હજાર અસોલ્ટ રાઈફલ્સ માટે જર્મન કંપની સાથે કરાર

ભારત સરકારે સેના માટે 72 હજ3ર સિગ સૉર અસોલ્ટ રાઈફ્લ્સની ખરીદી માટે જર્મન કંપની સાથે કરાર કર્યો છે. આ નિર્ણય ફાસ્ટટ્રેક પ્રક્રિયા હેઠળ લેવામાં આવ્યો છે.

વાયુસેના માટે ઈઝરાયલી ડ્રોન્સની ખરીદીને મંજૂરી

સંરક્ષણ મંત્રાલયે ઈઝરાયલી બનાવટના 5 હારોપ ડ્રોન્સની ખરીદીને પણ મંજૂરી આપી છે. દુશ્મોને નેસ્તોનાબૂદ કરવા માટે આવા ડ્રોન્સ શત્રુની નજીક જઈને ક્રેશ થાય છે. મહત્વપૂર્ણ છે કે હાલ વાયુસેના પાસે 110 ડ્રોન્સ છે. આ ડ્રોન્સનું નામ પી-4 રાખવામાં આવ્યું છે. તેમાં ઈલેક્ટ્રો ઓપ્ટિકલ સેન્સર્સ પણ લગાવવામાં આવેલા છે. જેનાથી દુશ્મનોના ઠેકાણાઓ બાબતે જાણકારી મેળવી શકાય છે.

111 નેવલ ચોપર્સની થશે ખરીદી

નૌસેનાના બેડામાં આવેલા 111 ચોપરની મોદી સરકાર દ્વારા ખરીદી થવાની છે. સંરક્ષણ મંત્રાલયે આના સંદર્ભે ઈચ્છા વ્યક્ત કરી છે અને એક્સપ્રેશન ઓફ ઈન્ટ્રેસ્ટ પણ જાહેર કર્યો છે. સરકાર હાલ સ્ટ્રેટજીક પાર્ટનર અને વિદેશી ઓરિજનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરરની તલાશ કરી રહી છે. તેમના દ્વારા 111 નેવલ યુટિલિટી હેલિકોપ્ટર્સનો બંદોબસ્ત કરવામાં આવશે. આવું પહેલીવાર રણનીતિક ભાગીદારી મોડલ હેઠળ થઈ રહ્યું છે.