Site icon Revoi.in

ભારત બાયોટેકની કોવેક્સિનની બ્રાઝીલ કરશે આયાતઃ ઈનકાર કર્યા બાદ 40 લાખ ડોઝની આયાતને આપી મંજૂરી

Social Share

દિલ્હીઃ- ભારત બાયોટેકની કોરોના સામે રક્ષમ આપતી રસી કોવેક્સિન આયાત કરવાની દરખાસ્તને નકારી કાઢ્યા બાદ હવે બ્રાઝિલે પોતાનો વિચાર બદલી નાખ્યો છે.અને હવે આ વેક્સિનની આયાત માટે બ્રાઝિલે  હા પાડી છે.

ત્યાર બાદ હવે ભારત બાયોટેકની દરખાસ્ત સ્વીકારી લીધી છે અને ટૂંક સમયમાં કોવેક્સિનના 40 લાખ ડોઝ ભારતને આયાત કરશે. બ્રાઝિલ દ્વારા કોવેસીનના આ ડોઝનો ઉપયોગ કર્યા પછી, આયાતની આગલી શિપમેન્ટની માત્રા વિશ્લેષણના આધારે નક્કી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, વિતેલા અઠવાડિયા દરમિયાન ભારત બાયોટેકે બ્રાઝિલમાં એન્ટી કોવિડ -19 રસીના સપ્લાય માટેના પ્રમાણપત્ર અંગે ત્યાંના અધિકારીઓને નવી વિનંતી મોકલી હતી. ભારત બાયોટેકે આ વિનંતી મોકલે તે પહેલાં, બ્રાઝિલના આરોગ્ય નિયામકે ‘કોમોડિટી પ્રોડક્શન સિસ્ટમ’થી અસંતુષ્ટ થયા બૈદ કોવિડ રસીના સપ્લાયને મંજૂરી આપવાનો સાફ સાફ ઇનકાર કરી દીધો હતો.

આ સમગ્ર બાબતને લઈને દેશ બ્રાઝિલની રાષ્ટ્રીય આરોગ્ય દેખરેખ એજન્સી ‘એનવિસા’ના જણાવ્યા પ્રમાણે, ભારત બાયોટેકે 25 મેના રોજ આ વિનંતી બ્રાઝીલને મોકલી હતી. જેના એક દિવસ પહેલા જ ત્યાંના આરોગ્ય મંત્રાલયે કોવેક્સિનના બે કરોડ ડોઝ આયાત કરવાની મંજૂરી મેળવવા માટે નવી અરજી આપી હતી.