Site icon Revoi.in

‘Desert Flag’ કવાયત : ભારતીય વાયુસેના બતાવશે તાકાત

Social Share

નવી દિલ્લી- અરબ દેશો સાથે ભારતના વધતા સહયોગ વચ્ચે વાયુસેના હવે અમીરાતના રણમાં પોતાની તાકાત બતાવશે. ભારતીય વાયુસેના સંયુક્ત અરબ અમીરાતમાં યોજાનારી સૈન્ય કવાયત ‘Desert Flag’ માં ભાગ લેશે. ત્રણ અઠવાડિયા સુધી ચાલનાર આ સૈન્ય કવાયતમાં અમેરિકા, ફ્રાંસ અને યુએઇ સહિત 10 દેશો ભાગ લઇ રહ્યા છે. વાયુસેનાના છ સુખોઇ Su-30-MKI લડાકુ વિમાન બુધવારે યુએઇ માટે ઉડાન ભરશે.

વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ‘Desert Flag’  સૈન્ય કવાયતમાં ભાગ લેવા બુધવારે છ સુખોઇ વિમાન યુએઇ માટે ઉડાન ભરશે. આ સૈન્ય કવાયત પહેલા જ્યારે રાફેલ વિમાન ફ્રાન્સથી ભારત આવી રહ્યા હતા, ત્યારે યુએઇની એરફોર્સએ હવામાં જ ઇંધણ આપ્યું હતું. હાલમાં બંને દેશો વચ્ચેના સહયોગમાં નોંધપાત્ર વધારો થયો છે.

વાયુસેનાના અધિકારીઓએ કહ્યું કે, અમેરિકા, ફ્રાન્સ અને યુએઇ સિવાય 10 દેશો આ સૈન્ય કવાયતમાં ભાગ લેશે. આ કવાયતમાં બે એરફોર્સ C-17 વિમાન પણ સામેલ થશે. વાયુસેનાએ હાલમાં જોધપુરમાં ફ્રાન્સ સાથે સૈન્ય કવાયત હાથ ધરી હતી. ‘Desert Knight 2021’ અંતર્ગત ફ્રાન્સ અને ભારતના રાફેલ વિમાનોએ મળીને સૈન્ય કવાયત કરી હતી.

ભારત અને અરબ દેશો વચ્ચે હાલના સમયમાં સહકાર વધતો રહ્યો છે. બંને દેશો વચ્ચે સૈન્ય જોડાણ મજબૂત કરવા આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે સાઉદી અરબ અને યુએઇની મુલાકાત લીધી હતી.

-દેવાંશી