Site icon Revoi.in

ભારતીય વાયુસેનામાં થશે વધારો: ચાર દિવસમાં મળશે ત્રણ રાફેલ

Social Share

દિલ્લી: ભારત સરકાર ચીન અને પાકિસ્તાન જેવા પાડોશી દેશો સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે દેશની સેનાને મજબુત બનાવવામાં રોકાયેલ છે. ટૂંક સમયમાં ભારતીય વાયુ સેનાની તાકાતમાં વધારો થનાર છે, આગામી ચાર દિવસમાં ત્રણ વધુ ફાઇટર એરક્રાફ્ટ રફાલ અંબાલામાં ઉતરશે.ત્યારબાદ એપ્રિલના મધ્ય સુધીમાં વધુ નવ રાફેલ લડાકુ વિમાન ફ્રાન્સથી ભારત પહોંચશે.

ફ્રાંસીસ અને ભારતીય રાજદ્વારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ભારતીય વાયુ સેનાની એક ટીમ પહેલેથી જ ત્રણ રાફેલને અંબાલા લાવવા ફ્રાંસ પહોંચી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, આ ત્રણ રાફેલ લડાકુ વિમાનોની ખેપ 30 અથવા 31 માર્ચે ભારત પહોંચશે.

ભારતીય વાયુસેનાના અંબાલા સ્થિત ગોલ્ડન એરો સ્ક્વોડ્રોન જુલાઈ 2020 થી જાન્યુઆરી 2021 ની વચ્ચે 11 રાફેલ લડાકુ વિમાનોનો સમાવેશ કરી ચૂકી છે. તેને લદ્દાખની સીમા પર તૈનાત કરવામાં આવ્યા છે. મે 2020 ની શરૂઆતથી ચીન સાથે સીમા ગતિરોધ થયા બાદ સેના હાઇ એલર્ટ પર છે.

-દેવાંશી