Site icon Revoi.in

વિશ્વભરના 12 મોટા દેશોમાં રિટેલ ફુગાવાના મામલે ભારત ટોચ પર

Social Share

 

દિલ્હીઃ- દેશભરમાં મોંધવારીનો માર જોવા મળી રહ્યો છે ત્યારે જો  ફુગાવાના મોરચે  વાત કરવામાં આવે તો ભારત સૌથી ઉપર જોવા મળે છે. ફૂગાવાના સતત વધી રહેલા પડકાર વચ્ચે ભારત વિશ્વના ટોચના 12 દેશોમાં ટોચ પર આવ્યું છે.

વિતેલા મહિના જૂનમાં ભારતમાં છૂટક ફુગાવો 7 ટકાથી ઉપર હતો, જ્યારે 12 મોટા દેશોમાં તે ઓછો હતો. આ દેશોની વાત કરીએ તો સાઉદી અરેબિયામાં રિટેલ ફુગાવો વાર્ષિક ધોરણે 2.3 ટકા રહ્યો છે.આ સાથે જ  ચીનમાં તે 2.5 ટકા છે જ્યારે જાપાનમાં તે સમાન સ્તરે છે.

 સ્વિટ્ઝર્લેન્ડમાં તે 3.4 ટકા અને ઈન્ડોનેશિયામાં 4.4 ટકા છે. વિશ્વભરની સેન્ટ્રલ બેંકો ફુગાવાને કાબૂમાં રાખવા માટે સતત પગલાં લઈ રહી છે. તેઓ વ્યાજદરમાં વધારો કરીને માંગ પર દબાણ લાવવા માંગે છે. આ હોવા છતાં, તમામ દેશોમાં મોંઘવારીનું સ્તર અત્યાર સુધી તેમના લક્ષ્યાંકથી ઉપર રહ્યું છે.

વેનેઝુએલામાં ફુગાવાનો દર સૌથી વધુ જોવા મળે છે જે 167 ટકા  પર રહ્યો છે. ત્યાર બાદ   તુર્કી 78.6 ટકા, આર્જેન્ટિના 64 ટકા, રશિયા 15.9 ટકા અને પોલેન્ડ 15.5 ટકા છે. ફુગાવાનો દર બ્રાઝિલમાં 11.9 ટકા અને સ્પેનમાં 10.2 ટકા પર છે.

વિશ્વની મહાસત્તા ગણાતા દેશ મેરિકામાં રિટેલ ફૂગાવો 9 ટકાને પાર

અમેરિકા પણ મોંઘવારીની ગરમીથી પ્રભાવિત છે. અહીં મોંઘવારી દર 9.1 ટકા છે. જ્યારે યુકેમાં તે 9.4 ટકા છે. આયર્લેન્ડમાં ફુગાવો 9.1 ટકા, પોર્ટુગલ અને સ્વીડનમાં 8.7-8.7, નેધરલેન્ડમાં 8.6, યુરોઝોનમાં 8.6 અને કેનેડામાં 8.1 ટકા છે. ઇટાલી અને મેક્સિકોમાં ફુગાવો 8-8 ટકા છે.

સૌથી સુખી દેશ ગણાતા ફિનલેન્ડનો ફુગાવાનો દર 7.8 ટકા છે. થાઈલેન્ડમાં ફુગાવાનો દર 7.7 ટકા, જર્મનીમાં 7.6 ટકા, દક્ષિણ આફ્રિકામાં 7.4 ટકા અને ન્યુઝીલેન્ડમાં 7.3 ટકા છે. આ ઊંચા દરોનો સામનો કરવા માટે, ઘણા દેશોએ આ વર્ષે માર્ચથી દરોમાં અચાનક તીવ્ર વધારો કર્યો છે. ભારતે નિર્ધારિત સમય વિના મે મહિનામાં અચાનક દરોમાં 0.5 ટકાનો વધારો કરીને બધાને ચોંકાવી દીધા હતા. જ્યારે જૂનમાં તેની બેઠકમાં તેમાં 0.40 ટકાનો વધારો થયો હતો. છેલ્લા ચાર વર્ષમાં પ્રથમ વખત દરોમાં વધારો કરવામાં આવ્યો છે.