Site icon Revoi.in

ભારતીય વાયુસેનાની વધી શકે છે તાકાત: બાઇડેન પ્રશાસને ભારતને F-15EX વિમાન આપવાની આપી મંજૂરી

Social Share

દિલ્લી:  વાયુસેનાને ટૂંક સમયમાં અમેરિકાનું સૌથી અદ્યતન લડાકુ વિમાન F-15EX મળી શકે છે. ભારત સાથે વધતી મિત્રતાના સંકેત દર્શાવતા અમેરિકી સરકારે એફ -15 શ્રેણીનું નવીનતમ સંસ્કરણ ભારતને આપવાની મંજૂરી આપી દીધી છે. તે બહુ-હેતુપૂર્ણ હોવાની સાથોસાથ તે દરેક સીઝન અને રાતે પણ હુમલો કરવામાં સક્ષમ છે.

બોઇંગ ઈન્ટરનેશનલ સેલ્સ અને ઓદ્યોગિક ભાગીદારીના વાઇસ પ્રેસિડેન્ટ મારિયા એચ. લેને જણાવ્યું હતું કે, બંને દેશોની સરકારો વચ્ચે ચર્ચા થઈ હતી. અને ત્યારબાદ બંને દેશોના વાયુસેનાએ એફ -15 ઇએક્સ વિશે માહિતીની આપ-લે કરી હતી.

લેને જણાવ્યું હતું કે, ભારતને એફ -15 ઇએક્સ વિમાન લાઇસન્સ આપવાની અમારી વિનંતી અમેરિકન સરકારે સ્વીકારી લીધી છે. બોઇંગે કહ્યું કે, એફ -15 ઇએક્સ વિમાનને બેંગ્લોરમાં આવતા અઠવાડિયે શરૂ થનારી એરો ઇન્ડિયા 2021માં પ્રદર્શિત કરવામાં આવશે.

એફ -15 ઇએક્સમાં સમાન શ્રેણીના જૂના વિમાન કરતાં વધુ શસ્ત્રો વહન કરવાની ક્ષમતા છે. આની સાથે, તે એક હાયપરસોનિક એટલે કે ધ્વનીથી પાંચ ગણી વધુ ઝડપી ચાલનારી મિસાઇલ લઇ જઈ શકે છે.

શ્રેષ્ઠ ડિજિટલ એન્જિનિયરિંગ અને સોફ્ટવેરથી સજ્જ આ વિમાનને દાયકાઓ સુધી સરળતાથી અપગ્રેડ કરવામાં આવશે. કાંગ્રેસનલ રિસર્ચ સર્વિસ અનુસાર ટેકનોલોજીને લીધે તે દુશ્મનની નજરમાં આવ્યા વિના તેની સીમમાં ઘુસીને લક્ષ્યને નષ્ટ કરી શકે છે.

-દેવાંશી