Site icon Revoi.in

હવે LAC પર દિવસ-રાત ભારત રહેશે સતર્ક –  ખાસ કેમેરાથી સજ્જ ડ્રોન દ્વારા ચીનની ગતિવિધિઓ પર બાજ જનર

Social Share

 

દિલ્હીઃ- સતત ચીનની ગતિવિધીઓ હવે વધતી જોવા મળી રહી છે, ત્યારે હવે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર ચીનની નાપાક હરકતો પર બાજ નજર રાખવા માટે ભારત રાતદિવસસતર્ક રહેશે. ચીન પર બાજ નજર રાખવા ભારત દ્વારા ખાસ ડ્રોન કેમેરા લગાવવામાં આવ્યા છે. આ ડ્રોન કેમેરા અત્યંત અદ્યતન પ્રકારના છે, જે ચીનની દરેક ગતિવિધીઓ પર ચાંપતી નજર રાખશે. ભારતે ચીન સાથે વ્યવહાર કરવા માટે એકંદર સૈન્ય સજ્જતાને મજબૂત કરવા માટે વ્યાપક વ્યૂહરચનાના ભાગરૂપે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ડ્રોન કેમેરા સ્થાપિત કર્યા છે.

હેરોન ડ્રોન આસામના મિસામારી આર્મી એવિએશન બેઝ પર એલએસી ઉપર ઉડાન ભરી રહ્યું છે. એક એડવાન્સ લાઈટ હેલિકોપ્ટરધ્રુવ અને રુદ્ર પણ છે, જેમાં એકીકૃત હથિયાર વ્યવસ્થા સ્થાપિત છે. આ એરબેઝ ભારતીય સેનાની ચાર કોર્પ્સનો આધાર છે, જે અરુણાચલ પ્રદેશને અડીને આવેલા વાસ્તવિક નિયંત્રણ રેખાના મોટા ભાગ પર તૈનાત છે.

ઉલ્લેખનીય છે કે વિતેલા વર્ષે ગલવાન ઘાટીમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. આ ઘટના બાદ પણ ચીની અને ભારતીય સૈનિકો વચ્ચે સંઘર્ષની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આવી સ્થિતિમાં, તે સ્પષ્ટ છે કે એલએસી પર ચીન ભારત માટે સતત  પરેશાની છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે  કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે ઈઝરાયેલના નિર્મિત હેરોન માર્ક -1 ડ્રોન એલએસીના પહાડી વિસ્તારો પર ચોવીસ કલાક નજર રાખી રહ્યા છે. આ ડ્રોન લગભગ 30 હજાર ફૂટની ઉંચાઈ સુધી ઉડવાની ક્ષમતા ધરાવે  છે. તાજેતરમાં જ ભારતીય સેનાએ ઇઝરાયલ પાસેથી હેરોન માર્ક -2 ડ્રોન ખરીદવા માટે કરાર પણ કર્યો છે. ચીન સાથેની સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે આ ડ્રોન ભારતીય સેનાને ચીની સેના પર વળતો પ્રહાર આપશે. આ ડ્રોન કોઈપણ હવામાનમાં ઊંચાઈ અને લાંબા અંતર પર મુસાફરી કરવા સક્ષમ છે.