- ભારત બાયોટેક પૂણે સ્થાપશે પ્લાન્ટ
- રાજ્યના નાયબ મુખ્યમંત્રી આપી જાણકારી
દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસ ખૂબઝ ઝડપથી વધી રહ્યો છે, કોરોનાને એટકાવવા માટે સરકાર દ્રારા મોટા પાયે રસીકરણ કરવામાં આવી રહ્યું છે, કોરોના સામે લડવા માટે રસી જ એક માતચ્ર ઉપાય દેખાઈ રહ્યો છે ત્યારે કરકાર તરફથી લોકોને વેક્સિન લેવાની અપીલ કરવામાં આવી રહી છે, ત્યારે આવી સ્થિતિમાં વેક્સિનનું ઉત્પાદન વધે તે જરુરી છે.
દેશમાં વધતી વેક્સિનની માંગને લઈને ભારત બાયોટેક કંપની ટૂંક સમયમાં પૂણેમાં કોવેક્સિન બનાવવા માટેનો પ્લાન્ટ સ્થાપશે. આ માહિતી રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર દ્રારા આપવામાં આવી હતી. આ બાબતને લઈને તેમણે જણાવ્યું હતું કે, પુનાના જિલ્લા કલેક્ટરને પ્લાન્ટ સ્થાપવા માટે જમીન આપવા સૂચના આપવામાં આવી છે. પુણેમાં ભારત બાયોટેક પ્લાન્ટ સ્થાપવાની સાથે જ કોવાક્સિનનું ઉત્પાદન ટૂંક સમયમાં શરૂ થશે.
આ મામલે નાયબ મુખ્ય મંત્રી પવારે જણાવ્યું હતું કે રાજ્યમાં સંભવીત કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને રસીકરણ અભિયાનને ઝડપી બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારનું લક્ષ્ય એ છે કે રાજ્યના તમામ નાગરિકોને વહેલી તકે રસી મળી રહે. તેથી, જિલ્લા મેજિસ્ટ્રેટને તાત્કાલિક જમીન પ્રદાન કરવા સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે વધતા જતા કેસો અને ભારતની વસ્તીને જોતા વેક્સિનનું ઉત્પાદન વધારવું એક એક માત્ર ઉપરાય છે કે જદે કોરોના સામે રક્ષણ આપી શકે છે,ત્યારે હવે કંપની દ્રારા વેક્સિનના ડોઝનું ઉત્પાદન વધારવાના વાયદાઓ પણ કરવામાં આવી રહ્યા છે.