Site icon Revoi.in

ભારતઃ સૌથી શ્રેષ્ઠ CM તરીકે યોગી અને વિપક્ષના નેતા તરીકે કેજરિવાલ લોકોની પ્રથમ પસંદ

Social Share

નવી દિલ્હીઃ દેશમાં તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વે અનુસાર દેશમાં સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે. જ્યારે બીજા ક્રમે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલનો સમાવેશ થાય છે. દેશમાં વિપક્ષના નેતા તરીકે સૌથી વધારે લોકોએ અરવિંદ કેજરિવાલને પસંદ કર્યાં હતા. જ્યારે બીજા ક્રમે મમતા બેનર્જી અને ત્રીજા ક્રમે કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે.

એક સંસ્થાએ કરેલા સર્વે અનુસાર 39 ટકા લોકોએ સતત બીજી વખત મુખ્‍યમંત્રી બનેલા યોગી આદિત્‍યનાથ યુપીમાં સર્વશ્રેષ્ઠ ગણાવ્યા હતા. જેમને ગુનેગારો પરની કડકાઈના કારણે ‘બુલડોઝર બાબા’પણ કહેવામાં આવે છે. દિલ્‍હીના સીએમ અરવિંદ કેજરીવાલ બીજા નંબર પર રહ્યા. સર્વેમાં 16 ટકા લોકોએ કહ્યું કે તેઓ દેશના શ્રેષ્ઠ મુખ્‍યમંત્રી છે. 7-7 ટકા લોકોએ મમતા બેનર્જી અને એમકે સ્‍ટાલિનને શ્રેષ્ઠ મુખ્‍યમંત્રી ગણાવ્‍યા હતા. જ્‍યારે, નવીન પટનાયકને 4 ટકા અને હિમંતા બિસ્‍વા સરમાને 2 લોકોએ શ્રેષ્ઠ ગણવામાં આવ્‍યા હતા.

જ્‍યારે લોકોને પૂછવામાં આવ્‍યું કે વિપક્ષના શ્રેષ્ઠ નેતા કોણ છે તેમાં અરવિંદ કેજરીવાલ ટોચ પર રહ્યા. આમ આદમી પાર્ટીના કન્‍વીનરને 24 ટકા લોકોએ સર્વશ્રેષ્ઠ વિપક્ષી નેતા તરીકે રેટ કર્યા છે. તે જ સમયે, મમતા બેનર્જી બીજા નંબર પર હતા, જેમને 20 ટકા નવા વોટ આપવામાં આવ્‍યા હતા. 13 ટકા લોકોએ રાહુલ ગાંધીને પસંદ કર્યા, જેઓ ભારત જોડો યાત્રાથી દેશને આગળ વધારી રહ્યા હતા. જ્‍યારે 5 ટકા લોકોએ ઓડિશાના સીએમ નવીન પટનાયકનું નામ લીધું છે.

સર્વે અનુસાર, જો આ સમયે લોકસભાની ચૂંટણી થાય તો ભાજપને ફરી એકવાર બહુમતી મળશે. કોંગ્રેસના પ્રદર્શનમાં નજીવો સુધારો જોવા મળી શકે છે. સર્વેના પરિણામો કહે છે કે ભાજપ 284 સીટો જીતી શકે છે તો કોંગ્રેસને 68 સીટોથી સંતોષ માનવો પડી શકે છે. કહેવાય છે કે 191 સીટો અન્‍યના ખાતામાં જશે.

Exit mobile version