Site icon Revoi.in

ભારતીય વાયુસેના એ ADRDE દ્વારા વિકસિત હેવી ડ્રોપ સિસ્ટમનું સફળતાપૂર્વક કર્યું પરીક્ષણ

Social Share

દિલ્હીઃ- દેશની ત્રણેય સેનાઓ ખૂબ જ મજબૂત બનતી જઈ રહી છે ત્રણય સેનાઓ મેક ઈન ઈન્ડિયા અંગર્તગ અનેક સુવિઘાઓ સિસ્ટમ વિકસાવવામાં સફળતા પ્રાપ્ત કરી રહી છે ત્યારે ભારતીય વાયુસેવાએ વઘુ એક પરિક્ષણ સફળતા પૂર્વક પૂર્ણ ર્યું છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ દેશે સંરક્ષણ ઉત્પાદનમાં મોટી સફળતા પ્રાપ્ત કરી છે. હવે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનએ P-7 હેવી ડ્રોપ સિસ્ટમ વિકસાવી છે જે પેરાશૂટ દ્વારા સાત ટન સુધીના વજનના સાધનોને લઈ  જવાની ક્છેષમતા ધરાવે છે.

ભારતીય વાયુસેનાએ તાજેતરમાં DRDO ની પેટાકંપની એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ADRDE) દ્વારા વિકસિત અને ડિઝાઇન કરાયેલ હેવી ડ્રોપ સિસ્ટમનું સફળતાપૂર્વક ફ્લાઇટ પરીક્ષણ પાર પાડ્યું છે.

જાણો આ હેવી ડ્રોપ સિસ્ટમની ખાસિયતો

હેવી ડ્રોપ સિસ્ટમનો ઉપયોગ સાત ટન વજનની શ્રેણીમાં લશ્કરી સ્ટોર્સ જેવા કે વાહનો, દારૂગોળો, સાધન પેરાશૂટ કરવા માટે થાય છે.

આ સાથે જ  IL-76 એરક્રાફ્ટ માટે હેવી ડ્રોપ સિસ્ટમ (P-7HDS) એક પ્લેટફોર્મ અને વિશિષ્ટ પેરાશૂટ સિસ્ટમ ધરાવે છે.

પેરાશૂટ સિસ્ટમ એ મલ્ટી-સ્ટેજ પેરાશૂટ સિસ્ટમ છે, જેમાં પાંચ મુખ્ય કેનોપીઝ, પાંચ બ્રેક શૂટ, બે સહાયક શૂટ, એક એક્સ્ટ્રાક્ટર પેરાશૂટનો સમાવેશ થાય છે.

આ સહીત તેનું પ્લેટફોર્મ એલ્યુમિનિયમ અને સ્ટીલના મિશ્રણથી બનેલું મેટલ સ્ટ્રક્ચર છે. આ સિસ્ટમ 100 ટકા  સ્વદેશી સંસાધનો સાથે સફળતાપૂર્વક વિકસાવવામાં આવી છે.

આ સાથે જ  પી-7 એચડીએસને આર્મીમાં સામેલ કરવામાં આવી છે. P-7 હેવી ડ્રોપ સિસ્ટમ L&T કંપની દ્વારા બનાવવામાં આવી રહી છે જ્યારે પેરાશૂટ ઓર્ડનન્સ ફેક્ટરી દ્વારા બનાવવામાં આવી રહી છે.