Site icon Revoi.in

ભારતીય વાયુસેનાએ DRDO દ્રારા નિર્મિત સ્વદેશી મિલિટ્રી કોમ્બેક્ટ પેરાશૂટ સિસ્ટમનું કર્યું પરીક્ષણ

Social Share

દિલ્હીઃ દેશની ત્રણેય સેનાઓ વઘુને વઘુ મજબૂત બની રહી છે આ દિશામાં ભારતીય વાયુસેનાની જો વાત કરીએ તો હાલ સ્વદેશી ઉત્પાદનો પર વઘુ દ્યા કેન્દ્રીત કરીને આત્મ નિર્ભર ભારતને વઘુ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.આજ શ્રેણીમાં ડિઆરડીઓ દ્રારા નિર્મિત સ્વદેશી મિલિટ્રી કોમ્બેક્ટ પેરાશૂટ સિસ્ટમનું ભારતીય વાયુસેનાએ  પરીક્ષણ કર્યું છે્.

વાયુસેનાએ આ પરીક્ષણ દરમિયાનનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આમાં એક જમ્પર કેસરી રંગનો ડ્રેસ પહેરીને વિમાનમાંથી કૂદતો જોવા મળે છે. કૂદકા માર્યા બાદ તેનું પેરાશૂટ પણ ખુલે છે.

પ્રાપ્ત વિગત પ્રમાણેભારતીય વાયુસેનાએ સ્થાનિક લશ્કરી લડાયક પેરાશૂટ સિસ્ટમનું પરીક્ષણ કર્યું છે. આ પરિક્ષણ દરમિયાન એરફોર્સનો એક જવાન પ્લેનમાંથી કૂદી ગયો હતો. આ દરમિયાન તેણે ઈરાદાપૂર્વક મુખ્ય પેરાશૂટને અલગ કરી દીધું અને રિઝર્વ પેરાશૂટને રિઝર્વ સ્ટેટિક લાઇનદ્વારા તેની રીતે જ ખોલવાની મંજૂરી આપી, રિઝર્વ હેન્ડલને સક્રિય કર્યા વિના, બેરોમેટ્રિક દબાણ પહેલાં પણ. તે ખૂબ જ પડકારજનક અને જોખમી પરીક્ષણ રહ્યું હતું, જે સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.

વાયુસેનાએ એક્સ પર એટલે કે અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતા સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ પર લખ્યું છે કે  કે, “એરોડાયનેમિક ડિસેલેરેટર, એરોસ્ટેટ સિસ્ટમની ડિઝાઇન અને વિકાસ માટે DRDOની અગ્રણી R&D પ્રયોગશાળા ADRDE દ્વારા લશ્કરી કોમ્બેટ પેરાશૂટ સિસ્ટમ વિકસાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના અથાગ પ્રયત્નથી આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને સંરક્ષણ કેષ્ત્રમાં વપરાતા વઘુને વઘુ સાઘનો ભારતમાં જ નિર્માણ કરવામાં આવી રહ્યા છએ જેથી કરીને હજારો લોકોને રોજગાર પણ ણળી રહ્યો છે અને વિશઅવભરમાં ભારત સંરક્ષણ ક્ષેત્રમાં દુનિયાની સાથે સાથે કદમ મિલાવતું થયું છે.