Site icon Revoi.in

અરુણાચલ પ્રદેશ: વાયુસેનાને મળ્યું વધુ એક એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ, નાના એરક્રાફ્ટ ભરી શકશે ઉડાણ

Social Share

ભારતીય વાયુસેનાને અરુણાચલ પ્રદેશમા વધુ એક એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ મળ્યું છે અહીંથી ફિક્સ વિંગ એરક્રાફ્ટ જેવા કે એએન-32, મિરાજ – 2000, સુખોઈ-30 એમકેઆઈ, જગુઆર અને તેજસ ઉડાણ ભરી શકશે. આ એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડના ફરીથી સક્રિય થવાથી વાયુસેનાના પૂર્વોત્તરમાં ઓપરેશનોને અંજામ આપવામાં સુવિધા થશે.

ચીનની સાથે વધતા તણાવ વચ્ચે આ લેન્ડિંગ ગ્રાઉન્ડ ભારતીય વાયુસેનાને વધુ એક શક્તિ પ્રદાન કરશે. સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યુ છે કે 18 સપ્ટેમ્બરે ફિક્સ વિંગના વિમાનોના સંચાલન માટે અરુણાચલ પ્રદેશમાં પૂર્વ એર કમાન્ડર એર માર્શલ આર. ડી. માથુર અને સેનાની ઈસ્ટર્ન કમાન્ડના કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ અનિલ ચૌહાન સંયુક્તપણે વિજયનગર એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન કરશે.

આ અધિકારી વાયુસેનાના એએન-32 વિમાનથી વિજયનગર એએલજી પર ઉતરાણ કરશે.