Site icon Revoi.in

AirForce Day: જાણો છો શ્રીમદ ભગવદ્ ગીતા સાથે ભારતીય વાયુસેનાનો ખાસ સંબંધ?

Social Share

આજે ભારતીય વાયુસેનાના 87મા એરફોર્સ દિવસ પર વાયુવીરોને આખો દેશ સલામ કરી રહ્યો છે. દિલ્હીની નજીક હિંડન એરબેઝ પર યુદ્ધક હેલિકોપ્ટર અપાચે, ચિનૂક, સ્વદેશી યુદ્ધવિમાન તેજસ આકાશની છાતી ચીરીને પોતાન કરતબો દ્વારા દુનિયાને ભારતીય વાયુસેનાની શક્તિનો અહેસાસ કરાવી રહ્યા છે.

સોશયલ મીડિયા પર પણ મંગળવારે સવારે #AirForceDay ટ્રેન્ડ કરી રહ્યું છે. વાયુસેના દિવસ પર એરફોર્સના યોગદાન પર જનતા પણ સલામ કરી રહી છે. દર વર્ષે વાયુસેના દિવસ 8 ઓક્ટોબરે મનાવવામાં આવે છે. યોગાનુયોગ આ વર્ષે વાયુસેના દિવસ દશેરાના દિવસે જ છે. માટે અસત્ય પર સત્યની જીત અને બુરાઈ પર ભલાઈની જીતનો નારો પણ બુલંદ છે.

8 ઓક્ટોબર-1932ના રોજ ભારતીય વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી. આ કારણ છે કે આ દિવસે ઈન્ડિયન એરફોર્સ ડે મનાવવામાં આવે છે. વાયુસેના આ દિવસે ભવ્ય પરેડ અને એરશૉનું આયોજન કરે છે. સ્થાપના બાદ 1 એપ્રિલ-1933ના રોજ વાયુસેનાની પહેલી સ્ક્વોર્ડનની રચના થઈહતી. જેમાં 6 આરએએફ ટ્રેન્ડ અધિકારી અને 19 હવાઈ સૈનિકો સામેલ કરવામાં આવ્યા હતા.

અંગ્રેજોના શાસન વખતે ભારતીય વાયુસેનાને રોયલ ઈન્ડિયન એરફોર્સ કહેવામાં આવતી હતી. ભારતીય વાયુસેનાએ દ્વિતિય વિશ્વયુદ્ધમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. આઝાદી પહેલા વાયુસેના પર ભૂમિસેનાનું નિયંત્રણ હતું. પરંતુ બાદમાં વાયુસેનાને અલગ સૈન્ય પાંખ બનાવવામાં આવી હતી. આનો શ્રેય ભારતીય ભારતીય વાયુસેનાના પહેલા કમાન્ડર ઈન ચીફ એર માર્શલ સર થોમસ ડબલ્યૂ એલ્મહર્સ્ટને જાય છે. તે 15 ઓગસ્ટ-1947થી 22 ફેબ્રુઆરી-1950 સુધી આ પદ પર રહ્યા હતા.

ભારતીય વાયુસેનાનો ભગવદ ગીતા સાથે ખાસ સંબંધ છે, કારણ કે તેનું આદર્શ વાક્ય ‘नभ:स्‍पृशं दीप्‍तम्’ ગીતાના 11મા અધ્યાયમાંથી જ લેવામાં આવ્યું છે. મહાભારતના મહાયુદ્ધ દરમિયાન કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો,તે તેનો જ અંશ છે. ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને પોતાનું વિરાટ સ્વરૂપ દર્શાવ્યું અને ભગવાનના વિરાટ સ્વરૂપને આકાશ સુધી વ્યાપ્ત જોઈને અર્જુનના મનમાં ભય અને આત્મનિયંત્રણમાં ઘટાડો થઈ રહ્યટો હતો. આમ ભારતીય વાયુસેના રાષ્ટ્રની સુરક્ષા માટે વાંતરીક્ષ શક્તિનો ઉપયોગ કરીને શત્રુઓનું દમન કરવાનું લક્ષ્ય ધરાવે છે.

‘नभ:स्‍पृशं दीप्‍तमनेकवर्ण व्‍यात्ताननं दीप्‍तविशालनेत्रम् ।

दृष्‍ट्वा हि त्‍वां प्रव्‍यथ‍ितान्‍तरात्‍मा धृतिं न विन्‍दामि शमं च विष्‍णो ।।’

આનો અર્થ છે કે હે વિષ્ણુ, આકાશને સ્પર્શ કરનારા, દેદીપ્યમાન, અનેક વર્ણોથી યુક્ત અને ફેલાયેલા મુખ અને પ્રકાશમાન વિશાળ નેત્રોથી યુક્ત તમને જોઈને ભયભીત અંતકરણવાળો હું ધીરજ અને શાંતિ પામી રહ્યો નથી.

ભારતીય વાયુસેનાનો ધ્વજ, વાયુસેનાના નિશાનથી અલગ વાદળી રંગનો છે. તેના પહેલા એક ચતુર્થાંસ ભાગમાં રાષ્ટ્રીય ધ્વજ બનેલો છે અને વચ્ચેનના ભાગમાં રાષ્ટ્રીય ધ્વજના ત્રણ રંગો કેસરી,સફેદ અને લીલા રંગની એક ગોળાકાર આકૃતિ છે. આ ધ્વજ 1951માં અપનાવવામાં આવ્યો હતો.

Exit mobile version