Site icon Revoi.in

ભારતીય મૂળની અમેરિકન શાલિના ડી કુમાર સંધીય ન્યાયાધીશ બનશે

Social Share

દિલ્હી : ભારતવંશી અમેરિકન શાલિના ડી કુમાર સંઘીય ન્યાયાધીશ બનશે. જેમને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેન દ્વારા નામાંકીંત કરવામાં આવી છે.વ્હાઇટ હાઉસે આ અંગે માહિતી આપી હતી. બુધવારે એક અખબારી યાદી મુજબ, ઇસ્ટન ડિસ્ટ્રિક્ટ ઓફ મિશિગન માટે યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટના ચીફ જસ્ટિસ શાલિનાએ 2007 થી ઓકલેન્ડ કાઉન્ટી સિકસ્થ સર્કિટ કોર્ટમાં ફરજ બજાવી છે.

માહિતી અનુસાર જાન્યુઆરી 2018 માં મિશિગન સુપ્રીમ કોર્ટે તેમને સર્કિટ કોર્ટના ચીફ જસ્ટિસની નિમણૂક કરી હતી. વ્હાઇટ હાઉસે કહ્યું કે, શાલિનાને મુખ્ય ન્યાયાધીશ તરીકે ફરજ બજાવતી વખતે નાગરિક અને ગુનાહિત બંને કેસોનો અનુભવ હતો. આ સિવાય શાલિનાએ અન્ય ઘણા મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે. શાલિના મિશિગનમાં દક્ષિણ એશિયન મૂળના પ્રથમ ન્યાયાધીશ બનશે.

શાલિનાએ 1993 માં મિશિગન યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા અને 1996 માં ડેટ્રોયટ-મર્સી સ્કૂલ ઓફ લોમાં અભ્યાસ કર્યો. 20 ઓગસ્ટ 2007 ના રોજ મિશિગનના ભૂતપૂર્વ ગવર્નર જેનિફર ગ્રેનહોલે શાલિનાને ઓકલેન્ડ કાઉન્ટીની સિકસ્થ સર્કિટ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરી,કારણકે ન્યાયાધીશ જીન સ્નેલ્ઝની નિવૃત્તિના કારણે ખાલી પડેલી જગ્યા ભરવાની હતી. આ પછી શાલિના 2008 માં કોર્ટમાં ચૂંટાઈ આવી હતી અને ત્યારબાદ 2014 માં તે ફરીથી ન્યાયાધીશ પદ માટે ચૂંટાઈ આવી હતી.