1. Home
  2. Tag "US COURT"

ટ્રમ્પને મોટો ઝટકો,યુએસ કોર્ટે તેમને રાષ્ટ્રપતિ પદ માટે અયોગ્ય જાહેર કર્યા

દિલ્હી:વ્હાઇટ હાઉસની રેસ માટે પ્રચાર કરી રહેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. કોલોરાડો રાજ્યની મુખ્ય અદાલતે મંગળવારે યુએસ કેપિટોલ હિંસા કેસમાં ટ્રમ્પને યુએસ બંધારણ હેઠળ રાષ્ટ્રપતિ પદ માટે અયોગ્ય જાહેર કર્યા છે. કોર્ટે રિપબ્લિકન પાર્ટી તરફથી વ્હાઇટ હાઉસ રેસના મુખ્ય દાવેદાર ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદ માટેના રાજ્યના પ્રાથમિક મતદાનમાંથી હટાવી દીધા છે. […]

26/11 આતંકવાદી હુમલાનો આરોપી તહવ્વુર રાણાને ટૂંક સમયમાં ભારત લવાશે, યુએસ કોર્ટે ના આપી રાહત

નવી દિલ્હીઃ મુંબઈમાં થયેલા 26/11 આતંકવાદી હુમલા કેસમાં સંડોવાયેલા કુખ્યાત આતંકવાદી તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત લાવવા માટે સુરક્ષા એજન્સીઓએ કવાયત શરૂ કરી છે. દરમિયાન રાણાએ અમેરિકાની કોર્ટમાં કરેલી અરજી કોર્ટે ફગાવી દીધી છે. જેથી હવે ભારત પ્રત્યાર્પણ કરવામાંની કામગીરી વધારે તેજ બનશે. અમેરિકી કોર્ટે તહવ્વુર રાણાની રિટને ફગાવી દીધી છે. અમેરિકી કોર્ટના નિર્ણયને કારણે રાણાના […]

તહવ્વુર કેસમાં અમેરિકન કોર્ટના ચુકાદાથી પાકિસ્તાન સંડોવણી સ્પષ્ટ થઈ છે : દેવેન્દ્ર ફડણવીસ

મુંબઈઃ અમેરિકાની અદાલતે 26/11ના મુંબઈ આતંકી હુમલાના દોષિત પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વુર રાણાના ભારતને પ્રત્યાર્પણને મંજૂરી આપી છે. પાડોશી દેશ પાકિસ્તાન ઉપર કટાક્ષ કરતા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, અમેરિકી કોર્ટના ચુકાદાથી સ્પષ્ટ થઈ ગયું છે કે આ હુમલામાં પાકિસ્તાનની ભૂમિકા હતી. રાણા હાલમાં લોસ એન્જલસની ફેડરલ જેલમાં બંધ છે. સુત્રોના જણાવ્યા […]

ભારતીય પ્રોફેશનલ્સને રાહત, અમેરિકાની કોર્ટે એચ-1 બી વિઝાની ટ્રમ્પ વખતની દરખાસ્ત રદ્દ કરી

અમેરિકામાં નોકરી કરતા ભારતીય પ્રોફેશનલ્સને મોટી રાહત અમેરિકાની કોર્ટે એચ-1બી વિઝા અંગે ટ્રમ્પ વખતની દરખાસ્ત રદ કરી કોર્ટે વર્તમાન લોટરી સિસ્ટમને જ યથાવત્ રાખી નવી દિલ્હી: અમેરિકામાં નોકરી કરતા ભારતીય પ્રોફેશનલ્સ માટે રાહતના સમાચાર છે. અમેરિકાની ફેડરલ કોર્ટે એચ-1બી વિઝાની પસંદગી માટે વર્તમાન લોટરી સિસ્ટમના બદલે ટ્રમ્પ યુગની પગાર આધારિત પસંદગી પ્રક્રિયા લાગુ કરાવની સૂચિત […]

ભારતીય મૂળની અમેરિકન શાલિના ડી કુમાર સંધીય ન્યાયાધીશ બનશે

દિલ્હી : ભારતવંશી અમેરિકન શાલિના ડી કુમાર સંઘીય ન્યાયાધીશ બનશે. જેમને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેન દ્વારા નામાંકીંત કરવામાં આવી છે.વ્હાઇટ હાઉસે આ અંગે માહિતી આપી હતી. બુધવારે એક અખબારી યાદી મુજબ, ઇસ્ટન ડિસ્ટ્રિક્ટ ઓફ મિશિગન માટે યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટના ચીફ જસ્ટિસ શાલિનાએ 2007 થી ઓકલેન્ડ કાઉન્ટી સિકસ્થ સર્કિટ કોર્ટમાં ફરજ બજાવી છે. માહિતી અનુસાર જાન્યુઆરી […]

ભારતીય પ્રોફેશનલ્સ માટે ખુશખબર! US કોર્ટે H-1B વિઝા પરનો ટ્રમ્પનો નિર્ણય પલટી નાખ્યો

અમેરિકામાં કામ કરતા ભારતીય ટેક પ્રોફેશનલ્સ માટે ખુશખબર અમેરિકાની કોર્ટે ટ્રમ્પ પ્રશાસનના H-1B વિઝા કાર્યક્રમમાં ફેરફારને ફગાવ્યા હવે ભારતીય પ્રોફેશનલ્સ ત્યાં પહેલાની જેમ કામ કરી શકશે વોશિંગ્ટન: અમેરિકામાં કામ કરતા ભારતીય ટેક પ્રોફેશનલ્સ માટે એક રાહતના સમાચાર છે. ઑક્ટોબરમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારા H-1B વિઝા કાર્યક્રમમાં કરાયેલા ફેરફારને અમેરિકાની કોર્ટે ફગાવી દીધા છે. […]

H-1B વિઝાધારકો માટે રાહતના સમાચાર, ટ્રમ્પના પ્રતિબંધ સામે અમેરિકન કોર્ટનો સ્ટે

H-1બી વિઝા ધારકો માટે રાહતના સમાચાર આ વિઝા પર ટ્રમ્પના પ્રતિબંધ સામે અમેરિકન કોર્ટનો સ્ટે પ્રમુખ ટ્રમ્પે બંધારણીય અધિકારોનો દૂરુપયોગ કર્યો છે: કોર્ટ વૉશિંગ્ટન:  H-1બી વિઝા ધારકો માટે એક રાહતના સમાચાર છે. હકીકતમાં ટ્રમ્પે એચ-1બી વિઝા પર પ્રતિબંધ મૂક્યો તેને કેલિફોર્નિયાની કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. કોર્ટે હવે ઐતિહાસિક ચુકાદો આપતા કોર્ટના નિર્ણય સામે સ્ટે મૂક્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code