Site icon Revoi.in

ભારતીય સેના:કર્નલ ગીતા રાણાએ રચ્યો ઈતિહાસ,આ સિદ્ધિ મેળવનાર દેશની પ્રથમ મહિલા અધિકારી બની

Social Share

દિલ્હી:ભારતીય સેનાના કોર્પ્સ ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ મિકેનિકલ એન્જિનિયર્સના કર્નલ ગીતા રાણાએ ઈતિહાસ રચ્યો છે.પૂર્વી લદ્દાખના ફોરવર્ડ ફ્રન્ટ પર ફિલ્ડ વર્કશોપને કમાન્ડ કરનારી તે ભારતીય સેનાની પ્રથમ મહિલા અધિકારી બની છે.નોંધનીય છે કે તાજેતરમાં ભારતીય સેનાએ મહિલા અધિકારીઓને કમાન્ડરની ભૂમિકા નિભાવવાની મંજૂરી આપી છે.જે બાદ કર્નલ ગીતા આ સિદ્ધિ મેળવનારી પ્રથમ મહિલા અધિકારી બની છે.કર્નલ ગીતા ચીન સરહદે તૈનાત સ્વતંત્ર ફિલ્ડ વર્કશોપને કમાન્ડ કરશે.

સેનાએ તાજેતરમાં જ કોર્પ્સ ઓફ એન્જિનિયર્સ, ઓર્ડનન્સ, ઇલેક્ટ્રોનિક્સ અને મિકેનિકલ એન્જિનિયર્સ અને અન્ય શાખાઓમાં સ્વતંત્ર એકમોને કમાન્ડ કરવા માટે મહિલા લશ્કરી અધિકારીઓ માટે 108 ખાલી જગ્યાઓ બહાર પાડી છે. આગામી દિવસોમાં અન્ય મહિલા સૈન્ય અધિકારીઓને પણ આવી નિમણૂકો આપવામાં આવી શકે છે. જે મહિલા અધિકારીઓ બોર્ડમાંથી મંજૂરી મેળવી શકશે તેમને પણ કમાન્ડ રોલ આપી શકાશે અને ભવિષ્યમાં તેમને ઉચ્ચ હોદ્દા પર નિમણૂક આપી શકાશે.

ભારતીય સેના સાથી દેશો સાથે સૈન્ય અભ્યાસમાં મહિલા સૈન્ય કર્મચારીઓને પણ સામેલ કરી રહી છે.આ સાથે મહિલા સૈન્ય અધિકારીઓને પણ શાંતિ રક્ષા મિશન માટે મોકલવામાં આવી રહી છે.આર્મી ચીફ જનરલ મનોજ પાંડે સેનામાં મહિલા અધિકારીઓને શક્ય તમામ તકો આપવાના પક્ષમાં છે.ટૂંક સમયમાં જ આર્મીમાં આર્ટીલરી રેજિમેન્ટમાં મહિલા સૈન્ય કર્મચારીઓને પણ પોસ્ટ કરી શકાશે.