Site icon Revoi.in

આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય બોલર બુમરાહ ચોથા સ્થાને પહોંચ્યો

Social Share

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને ટેસ્ટ શ્રેણીમાં 2-0થી હરાવ્યું હતું. ભારતની જીતમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે મહત્વની ભૂમિકા ભજવી હતી. પોતાની શાનદાર બોલિંગના કારણે તેણે શ્રીલંકાના ખેલાડીઓને વધુ સમય સુધી બેટિંગ કરવા દીધી ન હતી. આનાથી તેને ICC ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો છે. બુમરાહ ICC બોલરોની ટેસ્ટ રેન્કિંગમાં ચોથા સ્થાને પહોંચી ગયો છે. તેણે 6 સ્થાનની છલાંગ લગાવી છે. બીજી તરફ શ્રીલંકાના બેટ્સમેન દિમુથ કરુણારત્નેને પણ ફાયદો થયો છે. તેઓ પાંચમા સ્થાને છે.

ભારતીય સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિન આ યાદીમાં બીજા સ્થાને યથાવત છે. અશ્વિનના 850 રેટિંગ પોઈન્ટ છે. જ્યારે બુમરાહના 830 રેટિંગ પોઈન્ટ છે. આ યાદીમાં પેટ કમિન્સ પ્રથમ સ્થાને છે. સાઉથ આફ્રિકાનો બોલર કાગીસો રબાડા ત્રીજા નંબર પર છે. બેટ્સમેનોની રેન્કિંગમાં શ્રીલંકાના ખેલાડી દિમુથ કરુણારત્નેને ફાયદો થયો છે. તે ત્રણ સ્થાન આગળ વધીને પાંચમા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્મા છઠ્ઠા સ્થાને યથાવત છે. વિરાટ કોહલીને ભયંકર નુકસાન થયું છે. તે ચાર સ્થાન સરકીને 9મા નંબર પર આવી ગયા છે. ઋષભ પંત 10મા સ્થાને યથાવત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રીલંકાની ટીમ ભારતના પ્રવાસે આવી હતી. આ દરમિયાન ટી-20 અને બે ટેસ્ટમેચની સીરિઝ રમાઈ હતી. ટી-20 અને ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમનો વિજય થયો હતો. જેનો ટીમ ઈન્ડિયા અને ભારતીય ખેલાડીઓને ફાયદો થયો છે આઈસીસી રેન્કીંગમાં પણ વધારો થયો હતો.