Site icon Revoi.in

અશિયા કપમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીનો રેકોર્ડ તોડ્યો

Social Share

કોલંબોઃ એશિયા કપ 2023 માટે શ્રીલંકા રવાના થતા પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે, તે તેના 2019ના ફોર્મમાં પરત ફરવા માંગે છે. પાકિસ્તાન સામેની ગ્રૂપ મેચ સિવાય, રોહિતે દરેક મેચમાં અડધી સદી ફટકારી છે. રોહિત શર્માએ શ્રીલંકા સામે તેની અડધી સદીની ઇનિંગ્સમાં 2 છગ્ગા ફટકારીને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે.

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ શ્રીલંકા સામે શુભમન ગિલ સાથે શાનદાર શરૂઆત કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 80 રનની ભાગીદારી કરી હતી. રોહિતે 7મી ઓવરના 5માં બોલ પર રજિતાને સિક્સર ફટકારીને તેની ODI કારકિર્દીમાં 10 હજાર રન પૂરા કર્યા અને આ સાથે તે આ માઈલસ્ટોન સુધી પહોંચનાર વિશ્વનો બીજો સૌથી ઝડપી બેટ્સમેન બન્યો છે. આટલું જ નહીં, રોહિત શર્માએ અન્ય એક રોકોર્ડ પણ પોતના નામે કર્યો છે.  તેણે પાકિસ્તાની વિસ્ફોટક ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીનો સૌથી મોટો રેકોર્ડ તોડી નાખ્યો.

આફ્રિદીના નામે એશિયા કપમાં 26 સિક્સર હતી જ્યારે રોહિત શર્માએ પાકિસ્તાન સામેની મેચમાં 4 સિક્સર ફટકારીને આ રેકોર્ડની બરાબરી કરી હતી. હવે હિટમેને આફ્રિદીને પાછળ છોડી દીધો છે. રોહિતના નામે હવે 28 સિક્સર છે, કારણ કે તેણે 48 બોલમાં રમાયેલી 56 રનની ઈનિંગ દરમિયાન પથિરાનાને બીજી સિક્સ ફટકારી હતી.

એશિયા કપમાં સૌથી વધુ સિક્સર મારનાર ટોપ 5 બેટ્સમેનમાં ભોરતીય બેસ્ટમેન રોહિત શર્મા (28 સિક્સર), પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન આશિહ આફ્રિદી (26 છગ્ગા), શ્રીલંકાના પૂર્વ ઓપનર સનથ જયસૂર્યા (23 છગ્ગા), ભારતના પૂર્વ વિસ્ફોટક બેસ્ટમેન સુરેશ રૈના (18 છગ્ગા), અફઘાનીસ્તાનના મહોમ્મદ નબી (13 છગ્ગા) અને ભારતના પૂર્વ કેપ્ટન સૌરભ ગાંગુલી (13 સિક્સર)નો સમાવેશ થાય છે.