Site icon Revoi.in

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા કોરોના સંક્રમિત – BCCI એ આપી જાણકારી

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસો વધતા જોવા ણળી રહ્યા છે તો કેટલાક સેલેબ્સ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે ત્યારે હવે ઈન્ડિયન ક્રિકેટ ટીમના તેપ્ટન એવા શોહીત શર્મા પણ કોરોના સંક્રમિત મળી આવ્યા છે.

રોહિત શર્મા પહેલા દિવસે બેટિંગ કરવા આવ્યો હતો, પરંતુ બીજા દાવમાં તે જોવા મળ્યો નહોતો. આવી સ્થિતિમાં તેમના વિશે તમામ પ્રકારની અટકળો થી રહી હતી જો કે, હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈ એ વાત સ્પષ્ટ કરી છે કે તેઓ વોર્મ-અપ મેચમાં શા માટે બેટિંગ કરવા આવ્યા ન હતા.કારણ કે તેઓ કોરોના પોઝિચિવ આવ્યા છે

ઉલ્લેખનીય છે કે થોજા દિવસ પહેલા રોહિત શર્માની તબિયત ખરાબ હતી અને આવી સ્થિતિમાં તે બેટિંગ કરી શક્યો નહોતો. તે જ સમયે, શનિવારે 25 જૂને, તેનો એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમા કેપ્ટન રોહિત શર્મા કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છેજે

જાણકારી પ્રમાણે રોહિત હાલમાં બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખ હેઠળમાં છે. પ્રથમ વખત વિદેશમાં ટેસ્ટમાં કેપ્ટનશિપ કરવા જઈ રહેલા રોહિતને ટીમ હોટલમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે.

બીસીસીઆઈએ એક પ્રેસ રીલીઝ જારી કરતા જણાવ્યું હતું કે, “ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા શનિવારે કરાયેલા રેપિડ એન્ટિજેન ટેસ્ટમાં કોવિડ-19 પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે. તે હાલમાં ટીમ હોટલમાં આઈસોલેશનમાં છે અને તેની તબીબી સારવાર ચાલી રહી છે. આ સાથએ જ રવિવારને આરટચીપીસીઆર પણ કરવામાં આવશે.