Site icon Revoi.in

ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ પીએમ મોદી સાથે કરી મુલાકાત,જાણો બંને વચ્ચે શું થઈ વાત ?

Social Share

દિલ્હી:Ind vs Aus ટેસ્ટ સિરીઝમાં ટીમ ઇન્ડિયા 1-0થી આગળ છે.બીજી ટેસ્ટ શુક્રવારથી દિલ્હીમાં રમાવાની છે અને ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પૂજારા માટે આ મેચ ખૂબ જ ખાસ છે. આ તેની 100મી ટેસ્ટ હશે અને આ રેકોર્ડને સ્પર્શતા પહેલા તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.આ મુલાકાતની તસવીરો પણ BCCIએ શેર કરી છે.PM મોદીએ પણ સ્પેશિયલ મેચ પહેલા પૂજારાને શુભેચ્છા પાઠવી હતી.આ મુલાકાત દરમિયાન ક્રિકેટરની પત્ની પૂજા પણ તેની સાથે હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન ચેતેશ્વર પૂજારાની પત્ની પૂજા પણ તેમની સાથે હતી.થોડા દિવસો પહેલા, કપલે તેમના લગ્નની 10મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. પીએમ મોદીને મળ્યા બાદ પૂજારાએ ટ્વીટ કર્યું કે, હું વડાપ્રધાનને મળીને ખૂબ જ ખુશ છું. તેની સાથે સારી વાતચીત થઈ.

પીએમ મોદીએ પણ ટ્વીટ કર્યું છે.તેમણે કહ્યું કે,“આજે તમને અને પૂજાને મળીને આનંદ થયો. તમારી 100મી ટેસ્ટ અને તમારી કારકિર્દી માટે શુભકામનાઓ.@ચેતેશ્વર1”

 

 

 

 

Exit mobile version