Site icon Revoi.in

ભારતીય ક્રિકેટર શિખર ધવને પત્ની આયશા મુખર્જી સાથે લીધા છૂટાછેડા, 9 વર્ષના લગ્ન જીવનનો આવ્યો અંત

Social Share

મુંબઈ:ટીમ ઇન્ડિયાના બલ્લેબાઝ શિખર ધવન પોતાની પત્ની આયેશા મુખર્જીથી અલગ થઇ ગયા છે. બંને વચ્ચે છૂટાછેડાની ચર્ચા છે. આયેશા મુખર્જીએ મંગળવારે તેના નવા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ‘Aesha Mukerji’ પર આનો ઉલ્લેખ કર્યો હતો

આમાં, આયેશા મુખર્જીએ છૂટાછેડાને લગતી વસ્તુઓ લખી છે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. અત્યાર સુધી શિખર ધવન તરફથી આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી.

ઓક્ટોબર 2012 માં શિખર ધવને આયેશા મુખર્જી સાથે લગ્ન કર્યા હતા, જેમને પહેલા લગ્નથી બે દીકરીઓ છે. શિખર-આયશાને 7 વર્ષનો પુત્ર છે, જેનું નામ ઝોરાવર છે. ઝોરાવરનો જન્મ 2014 માં થયો હતો. મેલબોર્ન સ્થિત આયેશા મુખર્જી લગ્નના 9 વર્ષ બાદ ક્રિકેટર શિખર ધવનથી અલગ થઇ ગઈ છે.

આયેશાએ ઇન્સ્ટાગ્રામ પર છૂટાછેડા વિશે લખ્યું કે, એકવાર છૂટાછેડા થઈ ગયા પછી એવું લાગ્યું કે બીજી વખત ઘણું બધું દાવ પર હતું. મારી પાસે સાબિત કરવા માટે ઘણું હતું. તેથી જ્યારે મારા બીજા લગ્ન તૂટી ગયા, ત્યારે તે એકદમ ડરાવનું હતું.

તેણે લખ્યું કે, મેં વિચાર્યું હતું કે છૂટાછેડા એક ગંદો શબ્દ છે પરંતુ પછી મારા બે વાર છૂટાછેડા થયા. રમુજી વાત એ છે કે શબ્દોનો કેટલો શક્તિશાળી અર્થ અને જોડાણ હોઈ શકે છે. મેં છૂટાછેડા લેનાર તરીકે મારી જાતને આ સમજ્યું.

જ્યારે પહેલી વાર મારા છૂટાછેડા થયા ત્યારે હું ખૂબ ડરેલી હતી. મને લાગ્યું કે, હું મારા માતાપિતાને નિરાશ કરી રહી છું. હું મારા બાળકોને અપમાનિત કરું છું અને અમુક અંશે મને લાગે છે કે મેં ભગવાનનું પણ અપમાન કર્યું છે. છૂટાછેડા એકદમ ગંદો શબ્દ હતો. તો કલ્પના કરો કે આ મારી સાથે ફરીથી થયું. તે ભયંકર હતું

 

Exit mobile version