Site icon Revoi.in

ભારતીય નૌસેના એ અરબી સમુદ્રમાં બ્રહ્મોસનું સફળ પરીક્ષણ કર્યું

Social Share
 દિલ્હીઃ- દેશની ત્રણેય સેનાઓ વધને વધુ મજબૂત બનતી જઈ રહી છે વિદેશમાં પણ હવે સંરક્ષણ ક્ષેત્રે ભારતના વખાણ થઈ રહ્યા છે ત્યારે નૌસેનાએ વધુ એક ઉપલબ્ધિ હાસલ કરી છે. ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં બ્રહ્મોસનું સફળ પરીક્ષણ કર્યું છે.હ્મોસ મિસાઈલનું પરીક્ષણ કોલકાતાના યુદ્ધ જહાજથી કરવામાં આવ્યું હતું.
અરબી સાગરમાં આ પરીક્ષણ દરમિયાન, બ્રહ્મોસે ખૂબ જ સચોટતાથી લક્ષ્યને નિશાન બનાવ્યું હતું. ભારતીય નૌકાદળ દ્વારા પોતાનો જહાજમાંથી બ્રહ્મોસનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
https://twitter.com/indiannavy?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1500015602865680390%7Ctwgr%5Ec3ba2992d41a9efe76135b1e39cbe1c86cdf3837%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fhindi.news18.com%2Fnews%2Fnation%2Findia-navy-successfully-test-fired-advanced-version-of-brahmos-missile-hit-the-target-accurately-4049993.html
આ પરિક્ષણને લઈને  નેવીએ કહ્યું કે અમે આઈએએસ ચેન્નાઈ તરફથી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલની સચોટતાનું સફળ પરીક્ષણ કર્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે પરીક્ષણ દરમિયાન મિસાઈલ તેના લક્ષ્ય પર ચોક્કસ હુમલો કરવામાં સફળ રહી છે. બહમોસના આ એડવાન્સ વર્ઝન પર પહેલાની સરખામણીમાં ઘણા મોટા અપડેટ કરવામાં આવ્યા છે, ત્યારબાદ તેની ફાયરપાવર અનેકગણી વધી ગઈ છે.
પીએમ મોદી આત્મનિર્ભર હેઠળ અનેક પ્રગતિના કાર્યો પાર પાડી રહ્યા છએ આત્મનિર્ભર ભારતથી દેશનો લોકોને રોજગારી મળી રહી છે તો સાથે દેશને પોતાના સંસાધનોનો ઉપયોગ કરવાની સુવર્ણ તક મળી રહી છએ તેવી સ્થિતિમાં આ મિસાઈલ DRDO ડિઝાઈન કરવામાં આવી છે.આ બૂસ્ટર સાથેની બ્રહ્મોસ મિસાઈલે અરબી સમુદ્રમાં લક્ષ્ય પર ચોકસાઈપૂર્વક હુમલો કર્યો. બ્રહ્મોસ એરોસ્પેસ મિસાઈલમાં સ્વદેશી સામગ્રી વધારવા પર સતત કામ કરી રહી છે. બ્રહ્મોસ અને આઈએએસ ચેન્નાઈના આ એડવાન્સ વર્ઝન બંને સ્વદેશી છે. હવે જ્યારે મિસાઈલ તેના લક્ષ્યને સચોટ રીતે ફટકારી ચૂકી છે, તે મિસાઈલ અને જહાજ નિર્માણમાં ભારતની વધતી તાકાત દર્શાવે છે.