Site icon Revoi.in

ભારતીય નૌસેનાનું વોરશિપ રક્ષા પ્રદર્શનમાં ભાગ લેવા UAE પહોંચ્યું

Social Share

ભારતે 20-25 ફેબ્રુઆરીની વચ્ચે બે નૌસેના રક્ષા પ્રદર્શનમાં ભાગ લેવા યુદ્ધ જહાજને અબુધાબી મોકલ્યું છે. આ ભારત અને યુએઇ વચ્ચે સેન્ય સહયોગમાં ક્રમશ વિસ્તરણ દર્શાવે છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે,યુદ્ધ જહાજ પ્રલય નૌસેના રક્ષા પ્રદર્શનમાં અને આંતરરાષ્ટ્રીય રક્ષા પ્રદર્શનમાં ભાગ લેવા માટે શુક્રવારે અબુધાબી પહોંચ્યું હતું. ભારતીય નૌસેનાના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ભારતીય નૌસેનાના એક જહાજના ‘નેવડેક્સ -21 અને આઈડેક્સ -21 માં ભાગ લેવા ભારત અને યુએઇ વચ્ચેના ગાઢ સંબંધને પણ દર્શાવે છે.’

ભારતીય સેનાના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ ડિસેમ્બરમાં યુએઇની મુલાકાત લીધી હતી. ખાડી દેશ માટે 1.3 મિલિયન મજબૂત સૈન્ય પ્રમુખ વતી પ્રથમ વખત વ્યૂહાત્મક રીતે આ મુલાકાત મહત્વપૂર્ણ હતી.

સાઉદી અરેબિયાની આ એતિહાસિક મુલાકાતનો ઉલ્લેખ કર્યા વિના નરવણેએ કહ્યું હતું કે,2019 માં સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલની રચના સાથે બંને દેશોના બીજ ઘણા ક્ષેત્રોમાં સહકારની નવી રીત ખોલી. તેમાં સંરક્ષણ,સુરક્ષા અને પર્યટન ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે.

ભારતીય સૈન્યના વડાની સાઉદી અરેબિયાની આ પહેલી મુલાકાત હતી. વ્યૂહાત્મક ભાગીદારી કાઉન્સિલ બંને પક્ષો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રગતિની સમીક્ષા કરે છે. જનરલ નરવણેએ મુલાકાત દરમિયાન યુએઇના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. અને દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ વધારવાની વ્યૂહરચના પર ચર્ચા કરી હતી.

-દેવાંશી