Site icon Revoi.in

અમેરિકામાં ભારતીય મૂળના વિવેક મલિકે રચ્યો ઈતિહાસ – મિસૌરી રાજ્યના પ્રથમ બિન-શ્વેત ખજાનચી તરીકે નિયુક્ત

Social Share
દિલ્હીઃ- મૂળભારતીયો વિદેશમાં ભારતનું નામ રોશન કરી રહ્યા છે.તેઓ અમેરિકા જેવી વિશ્વની મહાસત્તા ગણાતા દેશમાં અનેક સરકારી પદો સંભાળતા જોવા મળે છએ ત્યારે વધુ એક મૂળ ભારતીયએ ઈતિહાસ રચ્યો છે. અમેરિકામાં ભારતીય મૂળના 45 વર્ષીય વિવેક મલિકને મિઝોરી રાજ્યના પ્રથમ બિન-શ્વેત ખજાનચી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.જે ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું છે.
વિવેક મૂળ હરિયાણાના વતની છે. તેમનું મૂળ ગામ આમલી છે. જે સોનીપત જિલ્લામાં આવેલું છે. આર્ય સમાજની વિચારધારાથી ભરપૂર, વિવેકે તેનો અભ્યાસ રોહતકની પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થા મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાંથી કર્યો હતો. તેમણે 2002માં સાઉથઈસ્ટ મિઝોરી સ્ટેટ યુનિવર્સિટીમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડિગ્રી લીધી અને બુથેલ, મિઝોરીમાં સ્થાયી થયા.
મિઝોરીના ગવર્નર માઈક પાર્સને 17 જાન્યુઆરી, 2023ના રોજ રાજ્યના 48મા નાણા મંત્રી તરીકે વિવેક મલિકને શપથ લેવડાવ્યા હતા. સ્કોટ ફિટ્ઝપેટ્રિકના સ્થાને તેમની નિમણૂક કરવામાં આવી છે. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન ગવર્નર માઈક પાર્સને વિવેકની કાર્યશૈલીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે જનતાના પૈસા હવે વિવેકના હાથમાં છે. તે મિઝોરીના લોકોની સેવા કરવાની વિશ્વાસુ જવાબદારી અને વિશેષાધિકારને સમજે છે. તે સાચી લોકસેવામાં માને છે.
આ પહેલા વર્ષ  2020 માં, ગવર્નર પાર્સને વિવેકની દક્ષિણપૂર્વ મિઝોરી સ્ટેટ યુનિવર્સિટી બોર્ડ ઓફ ગવર્નર્સમાં નિમણૂક કરી હતી, જ્યાં તેમણે નાણાકીય જવાબદારીઓ સારી રીતે નિભાવી હતી. તેમનું આ અંગે કહગેવું છે કે તમારી મહેનત અને સમર્પણથી તમારું લક્ષ્ય અહીં પ્રાપ્ત કરી શકાય છે.