Site icon Revoi.in

ભારતીય શેર બજારમાં લાલ નિશાન સાથે ટ્રેડીંગ, બેકીંગ સેક્ટરમાં સામાન્ય તેજી

Social Share

મુંબઈઃ ભારતીય શેર બજારનો પ્રારંભ ઘટાડા સાથે થઈ હતી અને બીએસઈ સેંસેક્સ 73500ની નીચે ટ્રેટ કરતો હતો. જ્યારે એનએસઈનો નિફ્ટી 22300ના સ્તરથી નીચે ટ્રેડ કરી રહ્યો હતો. બજાર ખુલ્યાના બે કલાક બાદ પણ બીએસઈ અને એનએસસી તેજીમાં આવ્યો ન હતો અને ઘટાડાના લાલ નિશાન સાથે વેપાર કરતું હતું.

બજાર ખુલ્યાના બે કલાક બાદ એટલે કે 11.20 કલાકે એનએસઈનો નિફ્ટી 87.55 પોઈન્ટ એટલે કે 0.39 ટકાના ઘટાડા સાથે 22268 ઉપર ટ્રેડ કરતો હતો. જ્યારે બીએસઈનો સેંસેક્સ 198.98 પોઈન્ટના ઘટાડા સાથે 73478 પોઈન્ટ ઉપર વેપાર કરતો હતો. નિફ્ટીના 50 શેર પૈકી 9માં તેજી અને 41 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.

નિફ્ટીના ટોપ ગેનર્સના એક્સિસ બેંક 2.29 ટકા વધ્યો હતો અને કોટ્ક મહિન્દ્વા બેંક 2.24 ટકા ઉપર વેપાર કરતો હતો. આઈસીઆઈસીઆઈ બેંક 1.39 ટકાની મજબુતી સાથે વેપાર કરી રહ્યો છે. અન્ય ટોપ ગેનર્સમાં બજાજ ઓટો અને ઈન્ડસઈન્ડ બેંકનો સમાવેશ થાય છે.

બીએસઈના સેંસેક્સ 89.43 ટકા એટલે કે, 0.12 ટકા ઘટાડા સાથે 73587ના સ્તર પર ખુલ્યો હતો અને નિફ્ટીમાં 28.80 ટકા એટલે કે 0.13 ટકાના ઘટાડા સાથે 22327 પોઈન્ટ ઉપર ખુલ્યો હતો. બીએસઈ સેંસેક્સમાં આજે 30 પૈકી 8 શેરમાં વધારો જોવા મળ્યો હતો જ્યારે 22 શેર ઘટાડા સાથે ટ્રેડ કરતો હતો. બજારના ટોપ ગેનરમાં કોટક મહિન્દ્રા બેંક 1.40 ટકા ઉપર ટ્રેડ કરતો હતો.

એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ, ઈન્ડસઈન્ડ, એચડીએફસી બેંક, નેસ્લે અને સનફાર્માની સાથે એચયુએલમાં પણ તેજી જોવા મળી હતી. લગભગ 9.55 કલાકે બેંક શેર લીલા નિશાન ઉપર પરત ફર્યું હતું. એનટીપીસી, વિપ્રો, પાવનગ્રીડ, ટેક મહિન્દ્રા, બજાજ ફાઈનેન્સ અને ટાટા સ્ટીલમાં સૌથી વધારો ઘટાડો જોવા મળ્યો હતો. 30માંથી 22 શેરમાં લાલ નિશાન સાથે ટ્રેડ કરતો હતો.