Site icon Revoi.in

ભારતીય શેર બજાર રેકોર્ડ ઉંચાઈએ ખુલ્યાં, નિફ્ટીએ 22500ની ટોચની સપાટીને ટચ કરી

Social Share

મુંબઈઃ ભારતીય શેરબજાર આજે રેકોર્ડ ઊંચાઈએ ખુલ્યું હતું અને નિફ્ટીએ 22,500ની નવી ટોચને સ્પર્શી હતી. આજે નિફ્ટી 22,505.30 પર ખુલ્યું હતું. માર્કેટ ખુલ્યાના થોડા સમય બાદ NSE નિફ્ટી 2.25 પોઈન્ટના ઘટાડા સાથે 22,471ના સ્તરે જોવા મળ્યો હતો અને તે લાલ નિશાનમાં આવી ગયો હતો આજે નિફ્ટીએ 22,523ની ઊંચી સપાટી બનાવી હતી જે ઓલ ટાઈમ હાઈ લેવલ હતી. નિફ્ટીના 50 શેરોમાંથી 27 શેરોમાં વધારો અને 21 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. 2 શેર કોઈ ફેરફાર સાથે ટ્રેડ થઈ રહ્યા હતા

બીએસઈનો સેન્સેક્સ 156.75 પોઈન્ટ અથવા 0.21 ટકાના વધારા સાથે 74,242 પર અને એનએસઈનો નિફ્ટી 31.25 પોઈન્ટ અથવા 0.14 ટકાના વધારા સાથે 22,505.30 પર ખુલ્યો હતો. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સે 74,245ની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી હતી. આજે બજાર ખુલ્યા પછી તરત જ BSE સેન્સેક્સે 52 સપ્તાહની ઊંચી સપાટી બનાવી અને 74,245.17ના સ્તરને સ્પર્શ કર્યો, જે તેની લાઈફટાઈમની સર્વોચ્ચ સપાટી છે.

સેન્સેક્સના 30 શેરોમાંથી 17 શેરો ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે 13 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. સેન્સેક્સમાં ટોપ ગેઇનર ટાટા સ્ટીલ છે જે 3.63 ટકા અને JSW સ્ટીલ 3.21 ટકા ઉપર છે. બજાજ ફિનસર્વ 2.19 ટકા અને બજાજ ફાઇનાન્સ 2.06 ટકા ઉપર છે. SBI 0.89 ટકાની ઊંચાઈએ ટ્રેડ થઈ રહ્યો છે. BSEનું માર્કેટ કેપ રૂ. 392.46 લાખ કરોડ સુધી પહોંચી ગયું હતું અને આજે તેના પર ટ્રેડ થયેલા 2992 શેરોમાંથી 1964 શેરોમાં વૃદ્ધિ જોવા મળી હતી. 941 શેરમાં ઘટાડો છે અને 87 શેરમાં કોઈ ફેરફાર થયો ન હતો. 81 શેર પર અપર સર્કિટ લાગી હતી. જ્યારે 103 શેર લોઅર સર્કિટ લાગી હતી.