Site icon Revoi.in

ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે તેજી

Social Share

નવી દિલ્હીઃ સપ્તાહના બીજા દિવસે પણ ભારતીય શેરમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. સેન્સેક્સ 100 પોઈન્ટ જ્યારે નિફ્ટી 30 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો. જેના કારણે શેરધારકોમાં આનંદ પ્રસરી ગયો હતો. આજે ખાસ ઓટો અને મેટલ કંપનીઓના શેર્સમાં ભારે વૃદ્ધી જોવા મળી હતી.

હાલ સેન્સેક્સ સાડા ત્રણસો પોઈન્ટના વધારા સાથે 75 હજારની આસપાસ વેપાર કરી રહ્યો છે, તો નિફ્ટી 100 જેટલા પોઈન્ટના વધારા સાથે 22 હજાર 700ના લેવલે વેપાર કરી રહ્યું છે. આજે અનેક કંપનીઓ પોતાના નાણાંકિય વર્ષના ચોથા ક્વોર્ટરના પરિણામો જાહેર કરશે.

જેમાં અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી ટોટલ ગેસ, હેવેલ્સ, એક્સાઈડ, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને આઈઓસી અને અન્ય ઘણી કંપનીઓનો સમાવેશ થાય છે. તો, કોમોડીટી માર્કેટમાં સોના ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયો છે.

Exit mobile version