Site icon Revoi.in

ભારતીય શેર બજાર લીલા નિશાન સાથે ખુલ્યા બાદ 500થી વધારે પોઈન્ટનો કડાકો

Social Share

મુંબઈઃ મંગળવારે શેરબજારમાં કારોબારની શરૂઆત લીલા નિશાન સાથે થઈ હતી. સારા વૈશ્વિક સંકેતોથી બજારને તેજી જોવા મળી હતી. ડિસેમ્બર ક્વાર્ટરમાં ઉત્તમ પરિણામો બાદ ICICI બેન્ક સહિત અન્ય શેરોમાં ભારે ખરીદી જોવા મળી હતી. જેના કારણે સેન્સેક્સ 500 પોઈન્ટ વધીને ખુલ્યો હતો. નિફ્ટી પણ શરૂઆતના કારોબારમાં 21700ને પાર કરી ગયો હતો. મંગળવારના ટ્રેડિંગ સેશન દરમિયાન IT, ફાર્મા અને બેન્કિંગ સેક્ટરમાં ખરીદી જોવા મળી હતી. તે જ સમયે, મીડિયા સેક્ટરના શેર્સમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. સોની અને ઝી વચ્ચે મર્જર એગ્રીમેન્ટ તૂટી ગયા બાદ ઝી એન્ટરટેઈનમેન્ટના શેરમાં 10 ટકા સુધીનો ઘટાડો થયો છે. બપોરના સમયે બીએસઈમાં 600થી વધારે પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી 50માં 200થી વધારે પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.

ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો અને આયાતકારોની ડોલરની માંગ વચ્ચે મંગળવારના સવારના સત્રમાં યુએસ ડોલર સામે રૂપિયો 6 પૈસા ઘટીને 83.13 પર પહોંચ્યો હતો. કરન્સી ટ્રેડર્સે જણાવ્યું હતું કે રૂપિયો ચુસ્ત રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે કારણ કે વિદેશી મૂડીના પ્રવાહને કારણે સ્થાનિક ઈક્વિટી બજારોને ટેકો ઓછો મળ્યો છે.