Site icon Revoi.in

ટી-20  વર્લ્ડ કપ માટે BCCI  દ્રારા ભારતીય મહિલા ટીમની જાહેરાત કરાઈ

Social Share

દિલ્હીઃ- ભારતમાં ક્રિકેટને લઈને દર્શકો ખૂબ ઉત્સક રહેતા હોય છે ત્યારે હવે મહિલા ક્રિકેટને લઈને પણ એક સમાચાર સામે આવ્યા છે જે પ્રમાણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ બુધવારને 28 ડિસેમ્બર) મહિલા T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી

વર્લ્ડ કપની સાથે જ BCCIએ ભારત, વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રિકોણીય શ્રેણી માટે પણ ભારતીય ટીમની જાહેરાત કરી છે. T20 વર્લ્ડકપ 10 ફેબ્રુઆરી 2023થી શરૂ થશે. જેમાં ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ 12 ફેબ્રુઆરી 2023ના રોજ પાકિસ્તાન સામે રમશે. ત્રિકોણીય શ્રેણી 19 જાન્યુઆરીથી શરુ થનાર છે.

હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં 15 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. સ્મૃતિ મંધાનાને ટીમના વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી છે. T20 વર્લ્ડ કપ 10 ફેબ્રુઆરીથી દક્ષિણ આફ્રિકામાં રમાશે. આ સાથે જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકામાં યોજાનારી ત્રિકોણીય શ્રેણી માટે પણ ટીમની જાહેરાત કરવામાં આવી છે.

T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ તેની પ્રથમ મેચ 12 ફેબ્રુઆરીએ કેપટાઉનમાં પાકિસ્તાન સામે રમશે. ગ્રુપ-2માં ટીમ ઈન્ડિયાની સાથે ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, પાકિસ્તાન અને આયર્લેન્ડ છે. ગ્રૂપમાં ટોચની બે ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 26 ફેબ્રુઆરીએ કેપટાઉનમાં રમાશે.