Site icon Revoi.in

ભારતીય મહિલા ટીમે રચ્યો ઈતિહાસ, 23 વર્ષ બાદ બ્રિટિશ ધરતી પર તિરંગો લહેરાવ્યો

Social Share

મુંબઈ:ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડમાં ઈતિહાસ રચ્યો છે. 23 વર્ષ બાદ અંગ્રેજોને તેની ધરતી પર વનડે સિરીઝમાં પરાજય મળ્યો છે.ઉપરાંત, ઇંગ્લેન્ડમાં ઘરઆંગણે ભારતીય મહિલા ટીમની આ બીજી વનડે સિરીઝ છે, જેમાં તેણે જીત મેળવી છે.

વાસ્તવમાં ભારતીય ટીમ સતત બીજા વર્ષે ઈંગ્લેન્ડ પ્રવાસ પર પહોંચી છે. છેલ્લી વખત અહીં ત્રણ વન-ડે સિરીઝમાં 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો.પરંતુ આ વખતે રમાઈ રહેલી ત્રણ મેચની વનડે સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બે મેચ જીતી લીધી છે.

આ સાથે સિરીઝમાં 2-0ની અજેય બઢત મેળવી લીધી છે.સિરીઝની પ્રથમ મેચમાં ભારતીય મહિલા ટીમે 7 વિકેટે જીત મેળવી હતી.જ્યારે બુધવારના રોજ રમાયેલી બીજી મેચમાં ઈંગ્લેન્ડની મહિલા ટીમને 88 રનના મોટા અંતરથી પરાજય મળ્યો છે. આ જીતમાં કેપ્ટન હરમનપ્રીત કૌર પોતાની રમતમાં ચમક વિખેરી રહી છે.

હરમનપ્રીત કૌરે 111 બોલમાં 143 રનની સદી ફટકારી હતી.આ દરમિયાન તેણે 4 છગ્ગા અને 18 ચોગ્ગા ફટકાર્યા હતા.હરમનનો સ્ટ્રાઈક રેટ 128.83 હતો.મેચમાં હરમનપ્રીત કૌરને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવી હતી.હરમનની કારકિર્દીની આ પાંચમી વનડે સદી હતી.

બીજી મેચમાં ભારતીય ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી હતી. જેમાં હરમનપ્રીત કૌરની સદીની ઇનિંગની મદદથી ભારતીય ટીમે 5 વિકેટે 333 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. જેમાં હરલીન દેઓલે 58 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

334 રનના ટાર્ગેટના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 44.2 ઓવરમાં 245 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી માત્ર ડેનિયલ વ્હાઈટે 65 રન બનાવ્યા હતા. જ્યારે ભારતીય ટીમ માટે ફાસ્ટ બોલર રેણુકા સિંહે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી