Site icon Revoi.in

મૂળ ભારતીય કેનેડાના સાંસદ ચંદ્ર આર્યાની ખાલિસ્તાનીઓને ફટકાર, ભારતીયોને શાંત રહેવાની કરી અપીલ

Social Share

દિલ્હીઃ કેનેડાએ ભારત પર આરોપ લગાવ્યા બાદ બન્ને દેશઓ વચ્ચે નો વિવાદ વકર્યો છે ત્યારે તાજેતરમાં કેનેડામાં રહેતા ભારતીયોને લઈને જોખમની વાત પણ સામે આવી છે અને આ વાત મૂળ ભારતીય સાસંદ દ્રારા કહેવામાં આવી છે.

ભારતમાં નિયુક્ત ખાલિસ્તાની આતંકવાદી અને પ્રતિબંધિત શીખ્સ ફોર જસ્ટિસ ના નેતા ગુરપતવંત સિંહ પન્નુએ ઈન્ડો-કેનેડિયન હિંદુઓને દેશ છોડવા માટે કહ્યું છે તેવા વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના આક્ષેપોથી ઉત્તેજિત થઈને ભારતીય સમુદાય આઘાત અને ભયભીત થઈ ગયા છે દરમિયાન, ભારતીય મૂળના સાંસદ ચંદ્ર આર્યએ હિન્દુ કેનેડિયનોને ‘સરળ લક્ષ્ય’ ગણાવ્યા છે.
કેનેડા અને ભારત વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે, કેનેડિયન ભારતીય મૂળના સાંસદ ચંદ્ર આર્યએ આરોપ લગાવ્યો છે કે કટ્ટરવાદી તત્વો કેનેડાના હિંદુ સમુદાય પર હુમલો કરી રહ્યા છે અને તેમને ભારત પાછા ફરવાની ધમકી આપી રહ્યા છે. તેમણે હિંદુ-કેનેડિયન સમુદાયને શાંત રહેવાની પણ સતર્ક રહેવા અને કાયદા અમલીકરણ એજન્સીઓને કોઈપણ અપ્રિય ઘટનાની તાત્કાલિક જાણ કરવા અપીલ કરી હતી. તમને જણાવી દઈએ કે ચંદ્ર આર્ય કેનેડાની સત્તાધારી લિબરલ પાર્ટીના સાંસદ છે.
જાણકારી મુજબ આજરોજ ગુરુવારે ભારતીય મૂળના સાંસદ ચંદ્ર આર્યએ  સમુદાયને શાંત અને સતર્ક રહેવા જણાવ્યું હતું. આર્યએ એક લાંબી લખી છે અને પોસ્ટમાં લખ્યું છે કે કૃપા કરીને તમારી સ્થાનિક કાયદા અમલીકરણ એજન્સીઓને હિન્દુફોબિયાની કોઈપણ ઘટનાની જાણ કરો. હિંદુ સાંસદે કહ્યું કે પન્નુ હિંદુ-કેનેડિયનોને પ્રતિક્રિયા આપવા અને કેનેડામાં હિંદુ અને શીખ સમુદાયોને વિભાજીત કરવા માટે ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેઓ પારિવારિક સંબંધો અને વહેંચાયેલા સામાજિક અને સાંસ્કૃતિક સંબંધો દ્વારા જોડાયેલા છે.
વઘુમાં તેમણે  કહ્યું, “કેનેડામાં ઉચ્ચ નૈતિક મૂલ્યો છે અને અમે કાયદાના શાસનને સંપૂર્ણ રીતે જાળવી રાખીએ છીએ. મને સમજાતું નથી કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે આતંકવાદને વખાણવા અથવા કોઈપણ ધાર્મિક જૂથને નિશાન બનાવવાને કેવી રીતે ન્યાયી ઠેરવી શકાય.” આ કેવી રીતે નફરત છે. 
એટલું જ નહી તેમણે વઘુમાં એમ પણ કહ્યું છે  કે આપણા મોટાભાગના કેનેડિયન શીખ ભાઈ-બહેનો ખાલિસ્તાન ચળવળને સમર્થન આપતા નથી. મોટાભાગના શીખ કેનેડિયનો ઘણા કારણોસર ખાલિસ્તાન ચળવળની જાહેરમાં નિંદા કરી શકતા નથી, પરંતુ તેઓ હિન્દુ-કેનેડિયન સમુદાય સાથે ઊંડે સુધી જોડાયેલા છે.આ રીતે તેમણે અહી રહેતા ભારતીયો જોખમમા હોવાની વાત કરી હતી આ સહીત તેમના મતે, પન્નુ દ્વારા હિંદુ-કેનેડિયનો પર “સીધો હુમલો” હિંદુ મંદિરો પરના તાજેતરના હુમલાઓ અને આતંકવાદીઓ દ્વારા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યાની જાહેર ઉજવણીને વધુ વેગ આપતો જોવા મળે છે.