Site icon Revoi.in

‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 2’ ની ટૂંક સમયમાં થશે શરુઆત – અદાકારા મલાઈકા અરોરા, ટેરેન્સ લૂઈસ અને ગીતા મેમની જોડી ફરી આ શોને જજ કરશે

Social Share

મુંબઈઃ નાના પડદા પર ડાન્સ રિયાલિટી શોના ઘણા ચાહકો જોવા મળે છે, શો ‘સુપર ડાન્સર ચેપ્ટર 4’ ગ્રાન્ડ ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે અને હવે બીજા ડાન્સ રિયાલિટી શો ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ની સિઝન 2 શરૂ થવા જઈ રહી છે. ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ની પ્રથમ સિઝન સાથે મનોરંજન જગતમાં હલચલ મચાવી દીધા બાદ, તેના નિર્માતાઓએ હવે બીજી સિઝનની જાહેરાત કરી દીધી છે.

ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર- 2 સિઝન હવે ફરી ટૂંક સમયમાં સોની એન્ટરટેઇનમેન્ટ ચેનલ પર શરૂ થવા જઈ રહ્યી છે અને ફરી એકવાર મલાઇકા અરોરા, ગીતા કપૂર અને ટેરેન્સ લુઇસ આ શોમાં જજ તરીકે એક સાથે જોવા મળશે.

જાણવા મળતી વિગતો પ્રમાણેનિર્માતાઓએ આ સિઝનને પ્રથમ સીઝનની જેમ દરેક સ્ટેપ પર ચેલેન્જ વાળી બનાવી છે. આ સિઝનમાં ‘બેસ્ટ કા નેક્સ્ટ’ પણ જોવા મળશે અને તે દેશભરના ડાન્સરો માટે લિટમસ ટેસ્ટ સાબિત થશે.

મશહૂર કોરિયોગ્રાફર ગીતા કપૂરે પણ ડાન્સ રિયાલિટી શો ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’માં પરત આવવા પર ખુશી વ્યક્ત કરી હતી. તે કહે છે, “શોએ પ્રથમ સિઝનમાં જ ઘણા ચાહકો મેળવ્યા હતા અને હવે શો ડાન્સના આ અઘરા સ્ટેજ પર પ્રતિભાને તેમના શ્રેષ્ઠ સ્વરૂપમાં ઓળખવા અને રજૂ કરવા માટે પાછો આવ્યો છે.

ડાન્સ રિયાલિટી શો ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ની બીજી સીઝનનો ભાગ બનવા માટે ઉત્સાહિત મલાઇકા અરોરા કહે છે, “હું છેલ્લા સિઝનમાં ડાન્સ રિયાલિટી શો’ ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’માં પાછી આવવા માટે ખબૂ જ ખુશ અને ઉત્સાહિત છું. મહાન પ્રતિભા જોવા માટે અને હવે હું આતુરતાથી રાહ જોઉં છું.

ડાન્સ ઉસ્તાદ ટેરેન્સ લેવિસ ડાન્સ રિયાલિટી શો ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ની બીજી સીઝન વિશે કહે છે, “ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સરમાં હું પાછો આવી ગયો છું. આ વખતે શો વધુ મોટો અને સારો રહેશે.

ઉલ્લેખનીય છે કે, ડાન્સ રિયાલિટી શો ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ની બીજી સીઝનને તેના ડિજિટલ ઓડિશનમાં દેશભરના ડાન્સ પ્રેમીઓ તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે.