Site icon Revoi.in

વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ છે ભારતની કોરોના વેક્સિન ઉત્પાદનની ક્ષમતા – યુએન મહાસચિવ

Social Share

દિલ્હીઃ-સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટારેસ એ કોરોના રસી ઉત્પાદનના મામલે  ભારતની ખૂબજ પ્રશંસા કરી છે. ગુટારેસએ જણાવ્યું હતું કે ભારતની રસી ઉત્પાદન ક્ષમતા વિશ્વસ્તરે સૌથી શ્રેષ્ઠ છે. તેમણે કહ્યું કે મને આશા છે કે વિશ્વ સમજશે કે તેનો ભરપુર ઉપયોગ થવો જોઈએ.

તેમણે કહ્યું, અમને આશા છે કે રસીકરણમાં ભારતનું મહત્વનું યોગદાન રહેશે. ભારત પાસે તમામ સાધન છે અને વિશ્વ રસીકરણમાં તેની ભૂમિકા ખૂબ મહત્વની રહેશે. તેમના પ્રયત્નોથી વૈશ્વિક રસીકરણ અભિયાનને સફળ બનાવવામાં મદદ મળશે.

ઉલ્લેખનીય છે કે,ક સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેક દ્વારા ભારતમાં મોટા પાયે રસીઓ બનાવવામાં આવી છે. દેશમાં હાલ ખૂબજ મોટા પાયે રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ સાથે જ ભારત અન્ય દેશોમાં પણ રસી મોકલીમે પાડોશી ઘર્મ નિભાવી  રહ્યું છે.

વિદેશ મંત્રાલયે ગુરુવારે કહ્યું કે 20 મી જાન્યુઆરીથી આપણે કોરોના વાયરસની રસીના 55 લાખથી વધુ ડોઝ આપણા પાડોશી દેશોને ઉપલબ્ધ કરાવ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આમાંથી 1.5 લાખ ડોઝ ભૂટાનને, માલદીવ, મોરેશિયસ અને બહિરીનને એક લાખ રસીના ડોઝ, નેપાળને 10 લાખ ડોઝ, બાંગ્લાદેશને 20 લાખ, મ્યાનમારને 15 લાખ, સેશેલ્સને 50 હજાર અને શ્રીલંકાને પાંચ લાખ જોઢ આપવામાં આવી ચૂક્યા  છે .

સાહિન-