- ભારત તરફ વિશ્વની ઘણી અપેક્ષાઓ છે
- ભારત તરફ વિશઅવની આશા
દિલ્હીઃ- ભારત વૈશ્વિક દ્રષ્ટિએ હવે વિકસતો દેશ બનતો જઈ રહ્યો છે પીએમ મોદીના અથાગ પ્રય્તનોથી દરેક મોરચે ભારત હવે વિદેશને ટક્કર આપી રહ્યું છે,દેશ વિદેશની સેવા કરતું ભારત હવે ખૂબ આગળ આવતું દેખાય રહ્યું છે એવી સ્થિતિમાં હવે વિશ્વને ભારત પાસે ઘણી આસાઓ છે ,આ બાબતે વિદેશમંત્રી એસ જયશંકરે પણ શુક્રવારના દિવસે કઈક આવું જ નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું કે ગ્લોબલ સાઉથ અથવા વિકાસશીલ વિશ્વનો અવાજ બનવાનું ભારતનું કર્તવ્ય છે જે અત્યારે ઘણા પડકારોનો સામનો કરી રહી છે. વિશ્વ ભારત તરફ મોટી અપેક્ષાઓ સાથે જોઈ રહ્યું છે.
આ સાથે જ તેમના નિવેદન પહેલા, વિદેશ મંત્રાલયે જાહેરાત કરી હતી કે ભારત વૈશ્વિક દક્ષિણના દેશોને એકસાથે લાવવા અને વિવિધ વૈશ્વિક પડકારોથી સંબંધિત તેમની સામાન્ય ચિંતાઓ, રુચિઓ અને દ્રષ્ટિકોણને શેર કરવા માટે 12 અને 13 જાન્યુઆરીએ સમિટનું આયોજન કરશે.ત્યાર બાદ વિદેશમંત્રીનું આ નિવેદન સામે આવ્યું હતું.
અમદાવાદમાં એક સભાને સંબોધતા એસ જયશંકરે જણાવ્યું હતું કે આજે તેલ, ખાદ્યપદાર્થો અને ખાતરોની વધતી કિંમતોને કારણે વિકાસશીલ દેશો ચિંતિત છે. વધતું દેવું અને બગડતી આર્થિક સ્થિતિ પણ ચિંતાનું કારણ છે,આવા દેશોનો અવાજ બનવું ભારતની ફરજ છે. વિકાસશીલ દેશોને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા પાસેથી ઘણી આશાઓ છે. આગામી દિવસોમાં ભારત લગભગ 100 દેશો સાથે બેઠક કરશે.
ઉલ્લેખનીય છે કે વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ શુક્રવારે માહિતી આપી છે કે ભારત 12 અને 13 જાન્યુઆરીએ સમિટનું આયોજન કરશે. આ સમિટને ‘ધ વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ’ કહેવામાં આવશે, જેની થીમ ‘એકતાનો અવાજ, એકતાનો હેતુ’ હશે

