Site icon Revoi.in

ભારતનું પહેલું પ્રાઈવેટ રોકેટ વિક્રમ-એસ આજે ભરશે ઉડાન,જાણો શું છે ખાસિયતો

Social Share

આજનો દિવસ ભારત માટે ઐતિહાસિક છે.દેશમાં પહેલીવાર ખાનગી સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ કરવામાં આવી રહ્યું છે.3 પે-લોડ સાથેનું આ વિશેષ વિક્રમ એસ રોકેટ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી લોન્ચ કરવામાં આવશે.

આ રોકેટનું નિર્માણ હૈદરાબાદ સ્થિત સ્કાયરૂટ એરોસ્પેસ કંપની દ્વારા કરવામાં આવ્યું છે. કંપનીના સીઈઓ અને સહ-સ્થાપક પવન કુમાર ચાંદનાએ જણાવ્યું કે,રોકેટનું નામ વિક્રમ-એસ, પ્રખ્યાત ભારતીય વૈજ્ઞાનિક અને ઈસરોના સ્થાપક ડૉ. વિક્રમ સારાભાઈના નામ પરથી રાખવામાં આવ્યું છે.આ લોન્ચને મિશન પ્રારંભ નામ આપવામાં આવ્યું છે.સ્કાયરૂટ કંપનીના મિશન લૉન્ચના મિશન પેચનું અનાવરણ ઈસરોના ચીફ ડૉ. એસ. સોમનાથે કર્યું છે.

 વિક્રમ-એસની વિશેષતાઓ શું છે?